સૂર્યવંશમ ફેમ દિગ્ગજ નિર્માતા આર.બી. ચૌધરીનું અકસ્માતમાં નિધન

રાજસ્થાનના પાલી જિલ્લામાં નેશનલ હાઈવે-162 પર ઝુંટા ગામ પાસે સર્જાયેલા એક અકસ્માતમાં જાણીતા ફિલ્મ નિર્માતા આર.બી. ચૌધરીનું કરુણ નિધન થયું છે. આ દુર્ઘટનામાં તેમના ડ્રાઈવરને…

રાજસ્થાનના પાલી જિલ્લામાં નેશનલ હાઈવે-162 પર ઝુંટા ગામ પાસે સર્જાયેલા એક અકસ્માતમાં જાણીતા ફિલ્મ નિર્માતા આર.બી. ચૌધરીનું કરુણ નિધન થયું છે. આ દુર્ઘટનામાં તેમના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા જોધપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આર.બી. ચૌધરી ભારતીય સિનેમાના એક દિગ્ગજ નિર્માતા હતા. તેમણે પોતાની પ્રોડક્શન કંપની ’સુપર ગુડ ફિલ્મ્સ’ દ્વારા તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં અસંખ્ય સુપરહિટ ફિલ્મો આપી છે. દક્ષિણ ભારતીય સિનેમામાં અનેક મોટા સ્ટાર્સને લોન્ચ કરવાનો શ્રેય તેમને જાય છે. તેમણે ’સૂર્યવંશમ’ જેવી ક્લાસિક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું . તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગે એક દ્રષ્ટા અને સફળ સર્જક ગુમાવ્યા છે, સાઉથ ફિલ્મ જગતમાં શોકની લહેર ફરી વળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *