લોધિકા નજીક ગુજરાત ગેસના 3 લાખના પાઈપ કોઈ ચોરી ગયું

કંપનીના અધિકારીએ ફરિયાદ નોંધાવતાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ લોધિકા નજીક પાળ જવાના રસ્તે ગુજરાત ગેસ તરફથી ગેસ પાઇપ લાઈન નાખવાનો કોન્ટ્રાક રાખેલ હોય પાઈપ નાખવાની…

કંપનીના અધિકારીએ ફરિયાદ નોંધાવતાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

લોધિકા નજીક પાળ જવાના રસ્તે ગુજરાત ગેસ તરફથી ગેસ પાઇપ લાઈન નાખવાનો કોન્ટ્રાક રાખેલ હોય પાઈપ નાખવાની કમગીરીમાં રસ્તા ઉપર રાખવામાં આવેલ રૂૂ.3 લાખના પાઈપ કોઈ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મળતી વિગતો મુજબ અમદાવાદ સ્થીત શ્યામ ઇન્ફ્રાટેક નામની કંપનીમા ગેસ પાઇપ ક્ધસ્ટ્રકશન, ગેસ પાઇપલાઇન ફીટીંગની સાઇડ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા મુકેશકુમાર હોરીલાલ શાહુએ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ શ્યામ ઇન્ફ્રાટેક કંપનીના માલીક ઇલેશકુમાર પાનસુરીયા કંપનીએ હાલે ગુજરાત ગેસ તરફથી ગેસ પાઇપ લાઈન નાખવાનો કોન્ટ્રાક રાખેલ છે.

તેની સાથેનું અન્ય મટીરિયલ્સ ગુજરાત ગેસ પાઇપ લાઇન તરફથી અમારી શ્યામ ઇન્ફ્રાટેક કંપનીને મળે છે અને આ ગેસ પાઇપ લાઇન ફીટીંગની સાઇડ હાલે શાપર (વે)થી પીપળીયા પાળ ગામ થઇ હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ સુધીની પાઇપ લાઇન ભુર્ગભમા ફીટીંગ કરવાનું કામ ચાલુ છે. અને જે ગેસ પાઇપ નાખવાના કામ મા કંપનીના અન્ય 15 મજુરો કામ કરે છે. શાપર(વે)થી પીપળીયા પાળ ગામ થી આગળ સુધી ત્રણેક કિલોમીટર સુધી પાઇપ લાઇનો મજુરોથી રોડની સાઇડમા ખરાબાની જગ્યામા નીચે ઉતારી અને પાઇપ લાઇન રૂૂટમાં અલગ-અલગ જગ્યાએ રખાવેલ હતા.અને જે પાઇપોમાથી કુલ નવ પાઇપો શાપર(વે) થી પીપળીયા પાળ તરફ જતા રોડ પર પીપળીયા પાળ ગામના મેઇન ગેઇટ પાસે ઉતારેલ હતા તે માથી રૂૂ.3 લાખની કીમતના છ પાઈપો પીપળીયા પાળ ગામના મેઇન ગેઇટ પાસેથી કોઈ ઉઠાવી ગયું હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *