સ્મૃતિ મંધાના યુનિસેફ ઇન્ડિયા દ્વારા સેલિબ્રિટી એડવોકેટ નિમાયા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવ નિયુક્ત કેપ્ટન સ્મૃતિ મંધાનાને યુનિસેફ ઈન્ડિયા દ્વારા સેલિબ્રિટી એડવોકેટ જાહેર કરવામાં આવી છે. સંસ્થા તેના પ્રભાવનો ઉપયોગ કિશોરીઓ માટે સમાન…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવ નિયુક્ત કેપ્ટન સ્મૃતિ મંધાનાને યુનિસેફ ઈન્ડિયા દ્વારા સેલિબ્રિટી એડવોકેટ જાહેર કરવામાં આવી છે. સંસ્થા તેના પ્રભાવનો ઉપયોગ કિશોરીઓ માટે સમાન તકો, સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કરવા માંગે છે. આ જાહેરાત રવિવારે ’આંતરરાષ્ટ્રીય કિશોરી દિવસ’ નિમિત્તે કરવામાં આવી હતી. આ દિવસ કિશોરીઓના અધિકારો, સુરક્ષા, નેતૃત્વ અને ક્ષમતા તરફ ધ્યાન દોરે છે અને સાથે જ તે અવરોધોને પણ ઉજાગર કરે છે જે તેમની પસંદગીઓને મર્યાદિત કરે છે.

આ અંગે મંધાનાએ કહ્યું, યુનિસેફ ઈન્ડિયા સાથે ’સેલિબ્રિટી એડવોકેટ’ તરીકે જોડાવું એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. ક્રિકેટ રમતા મોટા થવા દરમિયાન મેં શીખ્યું છે કે દરેક સ્વપ્નની શરૂૂઆત એક તકથી થાય છે. સખત મહેનત, દૃઢ નિશ્ચય અને પ્રોત્સાહન સાથે, તે તક કંઈક અસાધારણ બાબતમાં પરિવર્તિત થઈ શકે છે. દરેક બાળક અને યુવાનને મોટા સપના જોવાની અને પોતાની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવાની તક મળવી જોઈએ.’ દક્ષિણ એશિયા માટે યુનિસેફના પ્રાદેશિક રાજદૂત અને લાંબા સમયથી સંસ્થા સાથે જોડાયેલા ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે આ પગલાનું સ્વાગત કર્યું છે. તેંડુલકરે ટ્વીટ કર્યું, UNICEFIndia પરિવારમાં આપનું સ્વાગત છે, mandhanasmriti! તમે મેદાન પર લાખો લોકોને પ્રેરણા આપો છો અને મને ખાતરી છે કે મેદાનની બહાર પણ તમે બાળકોના અધિકારો માટે એક શાનદાર અવાજ બનશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *