ગરમીનાં દિવસોમાં મોટાભાગનાં લોકો બહાર જવાનું ટાળતા હોય છે. ત્યારે તમે ઘરે બેસીને એક્શન, સસ્પેન્સ અને ક્રાઇમ થ્રિલર ફિલ્મો જોવા ઇચ્છો છો તો આ લિસ્ટ પર ખાસ નજર કરી લો.
ધુરંધર 2: સિનેમાઘરોમાં એક મહિનાથી વધારે સમય સુધી ધુમ મચાવનાર વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધર 2 હવે ઓટીટી પર તમે જોઈ શકો છો. આદિત્ય ઘરનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ રણવીર સિંહ, સારા અર્જૂન, સંજય દત્ત, અર્જૂન રામપાલ અને આર માધવન જેવા દિગ્ગજ કલાકારોથી ભરપૂર છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂૂપિયાનાં ક્લબમાં શામેલ થઈને ઇતિહાસ રચી દીધો છે. આમ, તમે 15 મેથી જિયો હોટસ્ટાર પર ધુરંધર 2 જોઈ શકો છો.
કર્તવ્ય: કર્તવ્ય ફિલ્મ ખાસ જોવી જોઈએ. પુલકિત દ્રારા નિર્દેશિત આ ક્રાઇમ ડ્રામાનું નિર્માણ શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને રેડ રિલીઝ એન્ટરટેનમેન્ટ બેનર હેઠળ બની છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ 15મેનાં રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
એક્ઝામ: દક્ષિણ ભારતીય સિનેમાનાં ફેમસ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક એ. સરકુનમ આ વખતે સંવેદનશીલ વિષય લઈને આવ્યા છે. આ સીરિઝ 15 મેથી પ્રાઇવ વીડિયો પર પ્રસારિત થશે.
ઇન્સ્પેક્ટર અવિનાશ સિઝન 2: રણદીપ હુડ્ડા ફરી એકવાર યુપી પુલીસનાં જાંબાજા અધિકારી અવિનાશ મિશ્રાનાં રૂૂપમાં વાપસી કરી રહ્યો છે. આ સીરિઝમાં ઉર્વશી રૌતેલા, અમિત સિયાલ, શાલીન ભનોટ અને રાહુલ મિત્રા જેવા અનેક કલાકાર મહત્વની ભૂમિકામાં છે. આ સીરિઝ 15 મેનાં રોજ જિયો હોટસ્ટાર પર જોઈ શકશો.
ધ ક્રેશ: સત્ય ઘટનાઓ પર આધારિત કહાનીનાં શોખીન લોકોએ ધ ક્રેશ ખાસ જોવી જોઈએ. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 15 મેનાં રોજ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે.
