AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહારો કર્યા અને તેના સંલગ્ન સંગઠનો પર ગુજરાતમાં કુરેશી સમુદાયના વ્યવસાયમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રેલીને સંબોધતા ઓવૈસીએ આરોપ લગાવ્યો કે ગાયોના રક્ષણના બહાને કુરેશી સમુદાયને ઘણીવાર પ્રાણીઓનું પરિવહન કરતી વખતે અટકાવવામાં આવે છે.
AIMIMના વડાએ કહ્યું, “આ કોર્પોરેશનની ચૂંટણી છે, અને અલબત્ત, ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ દાવ પર છે. અમારા કુરેશી સમુદાયના મોટી સંખ્યામાં સભ્યો અહીં રહે છે. અમદાવાદમાં તેમના માટે એક નવું કતલખાનું બનાવવામાં આવે તે મહત્વપૂર્ણ છે. કુરેશી સમુદાયને ઘણીવાર તેમના વ્યવસાયમાં અવરોધોનો સામનો કરવો પડે છે, ખાસ કરીને જ્યારે તેઓ પ્રાણીઓનું પરિવહન કરી રહ્યા હોય. એક યા બીજા બહાના હેઠળ, ગૌરક્ષકો અને છજજ સાથે જોડાયેલા સંગઠનો તેમને તેમનું કાર્ય કરતા અટકાવે છે. આ એવા મુદ્દાઓ છે જેનો તમારા રાજકીય નેતૃત્વ સાથે સીધો અને ઊંડો સંબંધ છે.” અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડમાં મિરઝાપુરના કુરેશી ચોકમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા યોજી હતી.
