અગ્નિકાંડ કેસમાં બિનતહોમત છૂટવા છ આરોપીએ કેરલી અરજીમાં મુદત પડી; 13મી ફ્રેબુઆરીએ સુનાવણી

નવા કાયદા મુજબ બે આરોપીએ પ્રોસીકયુશન કેસ ઓપન કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા છ આરોપીએ…

નવા કાયદા મુજબ બે આરોપીએ પ્રોસીકયુશન કેસ ઓપન કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા છ આરોપીએ બિન તહોમત છુટવા હાઇકોર્ટમાં કરેલી અરજીમાં મુદત પડી છે. જે અરજીની સુનાવણી આગામી 13 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે જ્યારે બે આરોપીએ નવા કાયદા મુજબ પ્રોસિક્યુશન કેસ ઓપન કરવા કરેલી અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે. રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા ત્રણ સરકારી કર્મચારીને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે જ્યારે જમીન માલિક જાડેજા બંધુ સહિત ચાર આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે આ ઉપરાંત અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયા, એટીપી ગૌતમ દેવશંકર જોષી, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, ભીખા જીવા ઠેબા અને નિતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢાએ કેસમાંથી બીનતાહોમત છુટવા માટે કલમ 250 મુજબ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે તમામ આરોપીઓની અરજીમાં મુદત પડી છે. અને તમામ બિનતહોમત છૂટવાની અરજી પર આગામી 13 મી ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત ટીઆરપી અગ્નિકાંડમાં સંડોવાયેલા આરોપી નિતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢા અને ધવલ ભરતભાઈ ઠક્કરે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા 2023 ની કલમ-249 મુજબ પ્રોસીક્યુશન કેસ ઓપન કરવા અને આરોપીને કલમ-250 મુજબ ડીસ્ચાર્જ કરવા અરજી હાઇકોર્ટમાં અરજી કરી હતી. પ્રોસીક્યુશન કેસ ઓપન કરવાની અરજી ચાલવા ઉપર આવતા હાઈ કોર્ટે બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર અને ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ બંને આરોપીએ પ્રોસીક્યુશન કેસ ઓપન કરવા કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે વિરાટ પોપટ, રાજકોટ સેશન્સ કોર્ટમાં સ્પે. પીપી તુષાર ગોકાણી, એડિ. સ્પે. પીપી નિતેશ કથીરીયા, હતભાગી પતિવાર વતી બાર એશો.ના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ફળદુ અને હાઇકોર્ટમાં ભોગ બનનાર વતી ડિસ્ટ્રીકટ બાર એશો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ હજારે, કીર્તિ હડિયા, રમેશ જાદવ અને પદ્મિની પરમાર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *