રાજ્યના નર્મદા વિભાગમાં 353 અધિકારીઓ અને કર્મચારીઓની એક સાથે બદલીના ઓર્ડર નીકળ્યા

  રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. વિભાગે એકસાથે વિવિધ કેડરના 353…

 

રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. વિભાગે એકસાથે વિવિધ કેડરના 353 અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરતાં વહીવટી તંત્રમાં ચહલપહલ મચી છે.

ટેક્નિકલ અને વહીવટી કેડરના અધિકારીઓની બદલી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અલગ-અલગ આદેશો મુજબ નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), મદદનીશ ઇજનેર (સિવિલ), અધિક મદદનીશ ઇજનેર તેમજ અન્ય ટેક્નિકલ અને વહીવટી કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અનેક અધિકારીઓને સ્વવિનંતી આધારે નવી જગ્યાએ નિયુક્તિ આપવામાં આવી છે, જ્યારે કેટલાકને જાહેર હિત અને વહીવટી જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

વિવિધ જિલ્લાઓ અને સર્કલ કચેરીઓમાં નવી નિયુક્તિ બદલીના આદેશોમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વલસાડ, નવસારી, દાહોદ, સુરેન્દ્રનગર, ભુજ, હિંમતનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ અને સર્કલ કચેરીઓમાં નવી નિયુક્તિઓ કરવામાં આવી છે.

હાલનો ચાર્જ મુક્ત કરી નવી જગ્યાએ હાજર થવા સૂચના વિભાગે તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી હાલનો ચાર્જ મુક્ત કરી નવી જગ્યાએ હાજર થવા સૂચના આપી છે. સાથે જ રિલીવિંગ, ચાર્જ હસ્તાંતરણ અને સર્વિસ રેકોર્ડ સહિતની તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. વિભાગના ઊખજ વેબ પોર્ટલ પર સંબંધિત વિગતો અપડેટ કરવાની જવાબદારી પણ અધિકારીઓને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ મોટા પાયાના બદલીના નિર્ણયને વિભાગીય કામગીરીમાં ગતિ, સંકલન અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *