ચાંદીમાં 5000નું ગાબડું; નિફ્ટી 25,950ને પાર

સોનામાં 10 ગ્રામે રૂા.700 ઘટયા, કંપનીઓના સારા પરિણામને કારણે શેર બજારમાં ખરીદી યથાવત ગઈકાલે સોના-ચાંદીમાં વધારો નોંધાયા બાદ આજે સોના ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી…

સોનામાં 10 ગ્રામે રૂા.700 ઘટયા, કંપનીઓના સારા પરિણામને કારણે શેર બજારમાં ખરીદી યથાવત

ગઈકાલે સોના-ચાંદીમાં વધારો નોંધાયા બાદ આજે સોના ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. બન્ને કિંમતી ધાતુની કિંમતીમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ શેર બજારમાં આજે પણ તેજી જોવા મળી છે. વિવિધ કંપનીના સારા પરિણામોને કારણે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આજે સોનામાં રૂા.700નો ઘટાડો નોંધાયો છે. હાલ અમેસીએકસ પર સોનાનો ભાવ 1,57,350 મળી રહ્યો છે. જ્યારે રાજકોટની માર્કેટમાં હાજર ભાવ 160715 પર પહોંચ્યો છે. બીજા તરફ ચાંદીમાં આજે રૂા.5000નું ગાબડુ પડયું છે. એમસીએકસ પર ચાંદીનો ભાવ 257150 જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટમાં હાજર ભાવ 260980 જોવા મળી રહ્યો છે. શુધ્ધ ચાંદી 267000 સુધી પહોંચી છે. આંતર રાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 5025 ડોલર અને ચાંદી 82 ડોલર પર જોવા મળી રહી છે.

જોકે શેર બજારમાં આજે પણ પોઝીટીવ સંકેતો જોવા મળ્યા છે. નિફટી 25950ની સપાટી તોડીને હવે 26000ની સપાટી તરફ જઈ રહ્યો છે. આજે 2040 શેર ગ્રીન ઝોનમાં અને 640 શેર લાલ ઝોનમાં જોવા મળી રહ્યાં છે. આજે મીડિયા, ઓટો અને આઈટી શેરમાં તેની જોવા મળી ચે. આજે બીએસઈનો શેર રોકેટ થયો હતો. સારા પરિણામને કારણે શેર 3100ને પાર થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *