ચાંદીમાં ફરી તેજી: 48 કલાકમાં રૂા.55000 વધી

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી જોવા મળ્યા બાદ સોના-ચાંદીમાં ફરી રફતાર જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં જ ચાંદીમાં 55 હજારનો…

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી જોવા મળ્યા બાદ સોના-ચાંદીમાં ફરી રફતાર જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં જ ચાંદીમાં 55 હજારનો વધારો નોંધાયો છે. જયારે સોનામાં પણ રૂા.15000નો વધારો નોંધાયો છે.ટ્રેડ ડીલની જાહેરાત સોમવારે રાત્રે થયા બાદ ચાંદીમાં ગઇકાલે જ મોટો ઉછાળો આવ્યો હતો. જે આજે પણ યથાવત રહ્યો છે. ગઇકાલે ચાંદી 268015 પર બંધ આવી હતી.આજે પણ ચાંદીમાં 15000નો વધારો નોંધાયો છે. એમસીએકસ પર ચાંદી આજે 282300 સુધી પહોંચી છે. સોનામાં આજે મામુલી વધઘટ જોવા મળી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી તેમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. હાલ એમસીએકસ પર સોનુ 149250ના ભાવ સાથે સ્થિર જોવા મળી રહ્યું છે.

જો કે આજે માર્કેટ ખુલ્યુ ત્યારે સોનુ ઘટીને એક સમયે 145000 સુધી નીચે સરકી ગયું હતું અને તેમાં વધારો થતા ભાવ હાલ 149250 પર પહોંચ્યો છે.રાજકોટની બજારમાં હાલ ચાંદીનો ભાવ વધીને 292860 પર પહોંચ્યો છે. જયારે ચાંદી ચોરસાનો ભાવ 286210 પર જોવા મળી રહ્યો છે. જયારે સોનાનો ભાવ 164880 પર જોવા મળી રહ્યો છે.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 5068 ડોલર પર પહોંચ્યો છે. જયારે ચાંદીનો ભાવ 90.44 ડોલર પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *