ચાંદીમાં રૂા.65,000 અને સોનામાં રૂા.25,000નો તોતિંગ કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 100 ડોલર અને સોનું 5000 ડોલર નીચે, રશિયા-યુક્રેન વચ્ચે ટૂંકો યુધ્ધવિરામ અને ડોલર મજબૂત થતા રોકાણકારોએ ‘માલ’ કાપવાનું શરૂ કર્યું છેલ્લા બે…

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 100 ડોલર અને સોનું 5000 ડોલર નીચે, રશિયા-યુક્રેન વચ્ચે ટૂંકો યુધ્ધવિરામ અને ડોલર મજબૂત થતા રોકાણકારોએ ‘માલ’ કાપવાનું શરૂ કર્યું

છેલ્લા બે મહીનાથી સોના-ચાંદીમાં તોતીંગ વધારો નોંધાયા બાદ સોના-ચાંદીના ભાવમાં મોટા ગાબડા પડયા છે. છેલ્લા 24 કલાકમાં સોના ચાંદીમાં મોટી અફડાતફડી જોવા મળી હતી. બન્ને ધાતુમાં ગઇકાલે ઓલ ટાઇમ હાઇ ભાવ જોવા મળ્યા બાદ ગઇકાલે સોનામાં મોટો કડાકો બોલી ગયો હતો અને આજે સવારે પણ સોનુ-ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં સોનુ રૂા.25000 અને હાજરમાં ચાંદીમાં 65000 તુટી જતાં તેજીને બ્રેક લાગી છે.આજના એક દિવસમાં ચાંદીમાં 48 હજારનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
ગઇકાલે રાત્રે સોનામાં માત્ર એક કલાકમાં રૂા.12000નો મોટો કડાકો નોંધાયો હતો. અમેરિકામાં એઆઇ, ટેકનોલોજીના શેર તેમજ માઇર્ક્રેશોફટના શેરમાં ગાબડા પડતા સોના-ચાંદીમાં અફડા તફડી સર્જાણી હતી અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનામાં 540 ડોલરનો મોટો કડાકો બોલી ગયો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 5600 ડોલર સુધી સોનુ પહોંચ્યા પછી 24 કલાકમાં સોનું ઘટીને 4990 સુધી આવી ગયું હતું. આજના ઘટાડાનું મુખ્ય કારણ યુસ ડોલર ઇન્ડેકસમાં થોડો વધારો થયો છે તે પણ છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આ અઠવાડીયે વ્યાજદરો યથાવત રાખ્યા બાદ ડોલરને ટેકો મળ્યો હતો. ફેડ ચેરમેન જેરોમે પોવેલે જણાવ્યું હતું કે ડિસેમ્બરનો ફુગાવો હજુ પણ સેન્ટ્રલ બેંકના બે ટકા લક્ષ્યાંકથી ઉપર રહેવાની શકયતા છે. સોનામાં મોટો કડાકો બોલી ગયા બાદ ચાંદીમાં પણ સતત તેજીને મોટી બ્રેક લાગી છે. એમસીએકસ પર ચાંદી 408000 સુધી પહોંચ્યા બાદ ચાંદીમાં 65,000નો મોટો કડાકો નોંધાયો છે. આજની વાત કરીએ તો ચાંદીમાં 48 હજાર અને સોનામાં
આજે વધુ રૂા.10,500નો ઘટાડો નોંધાયો છે.

એમસીએકસ પર સોનુ 180501 નો હાઇ થયા બાદ હાલ 159320 પર ટ્રેડ થઇ રહ્યું છે. ગઇકાલે રાત્રે સોનું 169403 પર બંધ આવ્યું હતું. એક સમયે સોનુ આજે 159250 સુધી નીચે પહોંચ્યું હતું.
બીજી બાજુ ચાંદીમાં 408000ની સપાટી જોયા બાદ ચાંદીમાં લગભગ રૂા.60,000નો ઘટાડો નોંધાતા ચાંદી હાલ 351904 પર ટ્રેડ થતી જોવા મળી છેે. ગઇકાલે રાત્રે ચાંદી બંધ 399832 પર થઇ હતી જે આજે ઘટીને 351904 પર પહોંચી છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 5608 ડોલરની ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા બાદ ઘટીને 5052 ડોલર સુધી પહોંચ્યું હતું. જો કે હાલ 5200 ડોલરની સપાટીપર જોવા મળી રહ્યું છે. જયારે ચાંદી 120.71 ડોલરની ઉચ્ચતમ સપાટી બાદ 101 ડોલર પર ચાંદી પહોંચી છે.

સેન્સેક્સમાં 500 અંકનો કડાકો, નિફ્ટીએ 25300નું લેવલ તોડયું

આજે શેરબજારમાં ફરી એક વખત વેચવાલીનું જોર ભારે રહ્યું હતું અને માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેકસમાં 500 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો. એક સમયે સેન્સેકસ 81941 અને નિફટી 25218 સુધી પહોંચી ગયો હતો. બજેટ એક ફેબ્રુઆરીએ રજુ થવાનું છે તે પુર્વે જ બજારના સેન્ટીમેન્ટમાં નેગેટીવ વલણ જોવા મળી રહ્યું છે. જેના ભાગ રૂપે આજે શેરબજાર 1100 કંપનીના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. દેશની કેટલીક મુખ્ય કંપનીના શેરમાં પણ આજે ગાબડા જોવા મળ્યા હતા. ઇન્ડીંગો, ઇનફોસીસ, ટીસીએસ સહીતની કંપનીના શેરમાં નેગેટીવ વલણ જોવા મળ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *