ચાંદીમાં રૂપિયા 4000નો ઘટાડો, સોનું રૂા.500 તૂટયું

સાત દિવસ શેર બજાર તૂટયા બાદ આજે સેન્સેકસમાં 370 પોઇન્ટનો સુધારો, ઇન્ફોસીસ, બીએસઇ, એન્જલ વન તેમજ એમસીએકસના શેરમાં જોરદાર તેજી ગઇકાલે મુંબઇ નગરપાલિકાની ચુંટણીને કારણે…

સાત દિવસ શેર બજાર તૂટયા બાદ આજે સેન્સેકસમાં 370 પોઇન્ટનો સુધારો, ઇન્ફોસીસ, બીએસઇ, એન્જલ વન તેમજ એમસીએકસના શેરમાં જોરદાર તેજી

ગઇકાલે મુંબઇ નગરપાલિકાની ચુંટણીને કારણે શેર બજાર તેમજ એમસીએકસ માર્કેટ બંધ રહ્યા બાદ આજે શેર બજાર પોઝીટીવ વલણ સાથે ખુલ્યું હતું. જયારે સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો છે. આજે શેરબજારમાં આઇટી શેરોમાં અચાનક ખરીદી જોવા મળતા શેર બજારને મજબુત શરૂઆત મળી હતી. ઇન્ફોસીસનો શેર 4 ટકા વધ્યો હતો. એટલે કે આજે રૂા. 75 વધતા શેર 1660 પર પહોંચયો હતો. ઉપરાંત એન્જલ બ્રોકીંગનો શેર પણ 160 રૂા. વધ્યો હતો. જયારે એમસીએકસના શેરમાં પણ આજે તેજી જોવા મળી હતી અને બે દિવસમાં 8 ટકા શેર વધવા પામ્યો હતો. બીએસઇનો શેર પણ 50 રૂા. વધ્યો હતો.

આજે સેન્સેકસ 300 પોઇન્ટ વધીને 83750 અને નીફટી 25760 પર પહોંચ્યો છે. બેંક નીફટી 230 પોઇન્ટ અને મીડકેપ નીફટી 300 પોઇનટ વધી છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી ચાંદીમાં તેજી જોવા મળી હતી. તે આજે આંશિક અટકી છે. આજે ચાંદીમાં રૂા.4000નો ઘટાડો જોવા મળયો છે. એમસીએકસ પર ચાંદીનો ભાવ 287180 જોવા મળી રહ્યો છે. જયારે રાજકોટમાં હાજર ભાવ રૂા.288600 પર પહોંચ્યો છે. બીજી તરફ સોનામાં આજે રૂા.500નો ઘટાડો થયો છે. એમસીએકસ પર સોનાનો 142630 જોવા મળી રહયો છે. જયારે રાજકોટમાં હાજર ભાવ 145800 જોવા મળી રહ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 4585 ડોલર પર પહોંચ્યું છે. જયારે ચાંદી 90.40 ડોલર પર પહોંચી છે. ડોલની સામે રૂપીયો આજે પણ નબળો પડયો છે. હાલ ડોલરનો ભાવ રૂા.90.43 ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *