એક વર્ષમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી, 170 ટકા વળતર આપ્યું, સોનામાં 78 ટકા રિટર્ન
2025ના આખરી દિવસે ચાંદીમાં 19000 રૂા.નો ઘટાડો નોંધાયો હતો. જયારે સોનામાં 1000 રૂા.નો ઘટાડો નોંધાયો છે. સમગ્ર વિશ્ર્વ નવા વર્ષના આગમનને વધાવવા જઇ રહ્યું છે ત્યારે વર્ષના આખરી દિવસે ચાંદીમાં મોટો કડાકો બોલી ગયો છે. જો કે શરૂઆતના તબક્કામાં ચાંદીમાં થોડી રીકવરી થઇ છે.
ગઇકાલે ચાંદી 2,51,012 રૂા. પર બંધ આવી હતી અને આજે 19 હજાર નીચે આવીને 2,32,220 સુધી આવી ગઇ હતી. જો કે ત્યારબાદ ચાંદીમાં થોડી રીકવરી જોવા મળી હતી અને સવારે 10 વાગ્યે ચાંદી 12000ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહી છે. સોનામાં પણ એક હજાર રૂપિયાનું ગાબડું આખરી દિવસે પડયું હતું. સોનામાં આજે એમસીએકસમાં સોનુ 136327 સુધી ઉપર ગયું હતું. રાજકોટમાં હાજર ભાવ 138500 જોવા મળી રહ્યો છે. જયારે રાજકોટમાં ચાંદીનો ભાવ 241500 જોવા મળી રહી છે.
2025ના વર્ષમાં સોનુ 78 ટકા વધ્યું છે. જયારે ચાંદીમાં 170 ટકા વધ્યું છે. 1979ના વર્ષ બાદ આટલી મોટી તેજી પ્રથમ વખત જોવા મળી છે. 2026ના વર્ષમાં ચાંદી 2,75,000 અને સોનુ 1,55,000 સુધી જવાની શકયતા છે.
