શાહરૂખ દેશદ્રોહી: બાંગ્લાદેશના ખેલાડી આઇપીએલમાં રમે તો જવાબદાર ક્રિકેટ સંઘને ગણવું જોઇએ

એક સમયના ભાજપના લાડકા અને અત્યારે વખારમાં નાંખી દેવાયેલા સંગીત સિંહ સોમ પાછા વરતાયા છે. ઉત્તર પ્રદેશમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સંગીત સોમે બાંગલાદેશમાં…

એક સમયના ભાજપના લાડકા અને અત્યારે વખારમાં નાંખી દેવાયેલા સંગીત સિંહ સોમ પાછા વરતાયા છે. ઉત્તર પ્રદેશમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા સંગીત સોમે બાંગલાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની થઈ રહેલી હત્યાઓ અને વધી રહેલા અત્યાચારો મુદ્દે શાહરુખ ખાનને લઈ પાડ્યો છે. સોમે શાહરુખને દેશદ્રોહી ગણાવીને ભારતમાંથી કાઢી મૂકવાની માગ કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 202 6ની સીઝન માટે શાહરુખની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સએ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ રૂૂપિયા આપીને ખરીદ્યો છે. સોમે આ ખરીદી બદલ શાહરુખ ખાનને દેશદ્રોહી ગણાવીને લવારો કર્યો છે કે, એક તરફ, બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે અને બીજી તરફ આઈપીએલમાં બાંગ્લાદેશી ક્રિકેટરોને ખરીદવામાં આવી રહ્યા છે.

સોમના કહેવા પ્રમાણે, ભારતીયોએ શાહરુખને સુપરસ્ટાર બનાવ્યો છે અને આ દેશમાંથી જ શાહરુખને નાણાં મળે છે પણ બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદીને શાહરુખે દેશ સાથે દગો કર્યો છે એ જોતાં શાહરૂૂખ ખાન જેવા દેશદ્રોહીઓને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સોમે ધમકી પણ આપી છે કે, છે કે, મુસ્તફિઝુર રહેમાન સહિતનો કોઈ પણ બાંગ્લાદેશી ક્રિકેટર ભારત આવશે તો એરપોર્ટની બહાર પગ પણ નહીં મૂકી શકે. સંગીત સોમ ફાલતુ નેતા છે અને તેના લવારાથી ત્રાસીને ભાજપે પણ તેને કોરાણે મૂકી દીધો છે તેથી તેની વાત પર ધ્યાન જ ના અપાય પણ સોમે જે મુદ્દો ઉઠાવ્યો છે એ મહત્વનો છે તેથી તેની વાત કરવી જરૂૂરી છે. બીજું એ કે, સોમ જેવા પોતાને દેશભક્ત અને હિંદુત્વના મસિહા તરીકે સ્થાપિત કરવા મથતા નેતાઓનો અસલી ચહેરો શું છે એ જાણવું પણ જરૂૂરી છે. શાહરુખે મુસ્તફિઝુરને ખરીદ્યો કેમ કે આઈપીએલની હરાજી માટેની યાદીમાં તેનું નામ હતું. સોમને વાંધો હોય તો તેણે આઈપીએલ સામે અને બીસીસીઆઈ સામે વાંધો લેવો જોઈએ પણ એવી હિંમત નથી કેમ કે બોર્ડમાં જય શાહ બેઠા છે.

જય શાહનું નામ પણ લે તો અમિત શાહ ફાડી નાંખે એટલે શાહરુખને ટાર્ગેટ કરે છે. આઈપીએલ કે બોર્ડે પણ કશું ખોટું કર્યું નથી. ભારત સરકારે પોતે બાંગ્લાદેશ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી કે તેની સાથેના રાજદ્વારી સંબંધો કાપ્યા નથી પછી બાંગ્લાદેશી ક્રિકેટરોને શું કરવા દૂર રાખવાના? હિંદુઓની તકલીફ છે કે, તેમને હિંદુત્વની વાતો કરનારાંના અવગુણ દેખાતા નથી કેમ કે તેમનું હિંદુત્વ મુસ્લિમો કેન્દ્રિત થઈ ગયું છે. મુસ્લિમોને ગાળો ભાંડે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ સામે કશું કરે નહીં પણ ખાલી થૂંક ઉડાડે એ બધા નેતા હિંદુવાદી લાગે છે. ખેર, એ મુદ્દો અલગ છે પણ જે માણસ પોતે હિંદુવાદી હોવાનો દાવો કરીને પશુઓની કતલ કરીને રૂૂપિયા રળતો હોય એ માણસ શાહરુખ ખાનને દેશદ્રોહી ગણાવે ત્યારે કેવું લાગે? ભલા માણસ, પહેલાં તુ તો હિંદુ સમાજને વફાદાર બન પછી બીજાંને સર્ટિફિકેટ આપજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *