વન નાઇટ સ્ટેન્ડ માટે શાહરૂખ ખાન મારી પ્રથમ પસંદ: સુનિતા આહૂજા

સુનિતા આહૂજા આજકાલ પોતાના બેબાક અંદાજને લઈને ચર્ચામાં રહે છે. ગોવિંદા સાથે તેમના સંબંધો સારા નથી ચાલી રહ્યા, જે જાહેર થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ…

સુનિતા આહૂજા આજકાલ પોતાના બેબાક અંદાજને લઈને ચર્ચામાં રહે છે. ગોવિંદા સાથે તેમના સંબંધો સારા નથી ચાલી રહ્યા, જે જાહેર થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ સુનિતા ફરી એકવાર લાઈમલાઇટમાં આવી છે. એક ઈન્ટરવ્યુમાં તેમને વન નાઈટ સ્ટેન્ડ વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપવામાં કદાચ ઘણા લોકો અચકાય પરંતુ તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તુરંત જવાબ આપીને લોકોને હેરાન કરી દીધા.તાજેતરમાં જ તેઓ વાય નોટ વિથ એમએનએલની સીઝન 3 માં પહોંચ્યા હતા.

એક રેપિડ-ફાયર સેગમેન્ટમાં જ્યારે તેમને એક સવાલ પૂછવામાં આવ્યો, તો તેમના જવાબે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. ઈન્ટરવ્યુ દરમિયાન સુનીતાને પૂછવામાં આવ્યું કે, જો તેમણે શાહરૂૂખ ખાન, શાહિદ કપૂર અને હર્ષવર્ધન રાણેમાંથી કોઈ એકને હાઈપોથેટિકલ (કાલ્પનિક) વન-નાઈટ સ્ટેન્ડ માટે પસંદ કરવાના હોય, તો તેઓ કોને પસંદ કરશે? સુનિતાએ તુરંત જ કિંગ ખાનનું નામ લીધું. શાહરૂૂખ પ્રત્યેની પોતાની જૂની દીવાનગી વ્યક્ત કરતા સુનિતાએ કહ્યું, તમે કંઈ પણ પૂછો, મારી ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા શાહરૂૂખ ખાન જ રહેશે. શાહરૂૂખ ખાન માટે તેમનો આ પ્રેમ નવો નથી. આ પહેલા ઈન્સ્ટન્ટ બોલિવૂડને આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ સુનિતાએ પ્રેમ અને લગ્નના સંબંધો પર ખુલ્લીને વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *