સુરત રેલવે સ્ટેશને એક ગંભીર ક્ષતિ સર્જાઇ હતી. ગુજરાતથી મુંબઇ જતી ટ્રેનનો કોઇ કારણસર ટ્રેક બદલી જતા ટ્રેન જલગાંવના રૂટ ઉપર દોડવા લાગી હતી. જો કે, પાછળથી જાણ થતા ટ્રેન પરત ઉધના લાવવામાં સઆવી હતી અને ત્યાંથી ફરી વસઇના રૂટ ઉપર રવાના કરાઇ હતી. જેના કારણે ટ્રેન લગભગ અઢી કલાક મોડી થઇ હતી. સદનશીબે જલગાંવ રૂટ ઉપર સામેથી કોઇ ટ્રેન ન આવતા મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઇ રેલવે ડિવિઝનની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. રેલવે મંત્રાલય દ્વારા આ ગંભીર ચુક બદલ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને સુરતથી નીકળેલી ટ્રેન નિયોલ પાસેથી પરત બોલાવી સીધા ટ્રેક પર દોડાવી હતી, આ રેલવેની બેદરકારીના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે, તો રેલવે વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને જેની ભૂલ હશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
સિગ્નલ સહીતના વિભાગની પણ જવાબદારી નક્કી થશે તેમાં કોઈની ભૂલ હશે તેની સામે કાર્યવાહી થશે, ગાર્ડને ઉધના ઉતારી દેવામાં આવ્યો હતો અને આ ઘટનાને લઈ તપાસ કરવામાં આવી રહી છે, કોની ભૂલના કારણે આ સમસ્યા થઈ તેને લઈ તપાસ ચાલી રહી છે, રેલવે વિભાગની આ બેદરકારી હતી અને તેના કારણે મુસાફરો પણ ત્રાસી ગયા હતા, આ તો સારૂૂ છે કે ટ્રેક પર અન્ય કોઈ ટ્રેન આવતી ન હતી, જો બીજા ટ્રેકની ટ્રેન આવતી હોત તો અકસ્માત થવાની પણ સંભાવના પણ નકારી શકાતી નથી.
