સિરિયલ રેપિસ્ટ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને આજીવન કારાવાસની સજા

રાજકોટ, સુરત અને આણંદમાં 9 છાત્રાઓને ફસાવી ભગાડી ગયો હતો : 27 સાક્ષીઓ અને 69 જેટલા દસ્તાવેજી પુરાવા એકત્ર કરી કેસ પુરવાર થતા અગાઉ રાજકોટમાં…

રાજકોટ, સુરત અને આણંદમાં 9 છાત્રાઓને ફસાવી ભગાડી ગયો હતો : 27 સાક્ષીઓ અને 69 જેટલા દસ્તાવેજી પુરાવા એકત્ર કરી કેસ પુરવાર થતા અગાઉ રાજકોટમાં દુષ્કર્મના કેસમાં સજા ફટકારી હતી

સિરિયલ રેપિસ્ટ અને અપહરણકાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને સ્પે. સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા અને 3 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આખોય કેસ પુરવાર થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા આરોપીને સજા કરવી ન્યાયોચિત જણાય છે. નોંધનીય છે કે, ચોટીલાથી ગુમ થયેલ પીડિતાના પિતા દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસની રિટ પર ગુજરાત પોલીસ પાસેથી ગુજરાતની હાઈકોર્ટ દ્વારા તાત્કાલિક કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રાથમિક તબક્કે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના આદેશો પછી સીબીઆઇએ 01 મે 2019 ના રોજ કેસની પુન: નોંધણી કરીને તપાસ હાથ ધરી હતી.ચોટીલાની યુવતી ગુમ થતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા અપહરણ થયેલ યુવતી સંદર્ભે કોઈ ભાળ નહીં મેળવતા ગુજરાત હાઈકોર્ટે પોલીસની આકરી ટીકા કરીને તપાસ સીબીઆઇને સોંપી હતી. હાઈકોર્ટે એક તબક્કે ધવલ ત્રિવેદીને મેનિયાક ગણાવી સીબીઆઇને આદેશ કર્યો કે, ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો. આ કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરવા દરમિયાન હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે, સીબીઆઇ માટે આ એક ખૂબ પડકારજનક કામ છે, પરંતુ સીબીઆઇ આ પ્રકારના પડકારો ઝીલવા માટે જાણીતી છે. કોર્ટને સીબીઆઇ પાસે આશા છે કે સીબીઆઇ અપેક્ષાઓ પર ખરી ઉતરશે.

આ પછી ચોટીલાની યુવતી બાળક સાથે પોતાના ઘરે પરત આવ્યા બાદ સીબીઆઇએ તેની પૂછપરછ કરી હતી ત્યારે ખબર પડી કે, ઓગષ્ટ 2018માં ચોટીલાની યુવતીનુ અપહરણ કરીને ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક આવેલા ગૈડી ખાતામાં રહેતા હતા. ધવલ ત્રિવેદી ત્યાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો. માર્ચ 2020માં ધવલ ત્રિવેદી સાથે ઝઘડો થતા યુવતીએ મકાન માલિકને ધવલ ત્રિવેદીની સાચી ઓળખ આપી દીધી હતી, જેના કારણે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. સીબીઆઇને યુવતી પાસેથી ધવલ ત્રિવેદીની કડીઓ મળતા તેમને વર્ષ 2020ના રોજ ઝડપી લીધો હતો. આ પછી ધવલ ત્રિવેદીને અમદાવાદ સાબરમતી જેલમાં લઈ ગયા હતા.

આ કેસમાં સીબીઆઇએ આરોપી ધવલ ત્રિવેદીની કોર્ટમાંથી મંજૂરી મેળવીને પૂછપરછ કરીને પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું જે કેસ ચાલતા સીબીઆઇના ખાસ એડવોકેટ વરૂૂણ ત્રિવેદીએ 27 સાક્ષીઓ અને 69 દસ્તાવેજોના આધારે આરોપી સામેનો કેસ પુરવાર કરીને જણાવ્યું હતું કે, આરોપી સામે અગાઉ રાજકોટમાં દુષ્કર્મના કેસમાં સજા ફટકારી હતી.

પડધરીની બે છાત્રાઓને 2012ની સાલમાં ધવલ ભગાડી ગયો હતો
મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ ઉચ્ચ અભ્યાસ પછી મુંબઈની એક યુવતી સાથે તરકટ રચી લગ્ન કર્યા હતા. લગ્નના છ જ મહિનામાં રહસ્યમય સંજોગોમાં પત્નીનું અવસાન થયા બાદ તે મુંબઈથી વડોદરા આવી ગયો હતો. અહીં આવી ધવલ ત્રિવેદીએ એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરતી પંજાબી યુવતી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં અન્ય યુવતીને ફસાવી આણંદના આર્યસમાજમાં લગ્ન કર્યા હતા. બાદમાં વડોદરા છોડી એ રાજ્યના અન્ય શહેરોમાં જઈ વિદ્યાર્થિનીઓને ફસાવતો હતો. રાજકોટના પડધરીની સ્કૂલમાંથી બે છાત્રાઓને 2012ની સાલમાં ધવલ ત્રિવેદી ભગાડી ગયો હતો. 2014માં તેને સીઆઈડીએ પંજાબના બુધલાડાથી ઝડપી લીધો હતો. આ કેસમાં તેને આજીવન કેદ થઈ હતી. ત્યારબાદ 15 દિવસના પેરોલ પર ઓગષ્ટ 2018માં જેલમાંથી છૂટયા બાદ ચોટીલાં પહોંચ્યો હતો. ત્યાં વેપારીની 18 વર્ષની પુત્રીને 11-8-18ના રોજ ભગાડી ગયો હતો.

‘માય લાઇફ ઇન 10 વુમન પરફેક્ટ લેડી’ પુસ્તક લખવાનો હતો
2014માં ધવલ ત્રિવેદીએ સીબીઆઇ સમક્ષ કહ્યુ હતું પમાય લાઇફ ઇન 10 વુમન પરફેક્ટ લેડીથને ફસાવી એનાં પર પુસ્તક લખીશ. ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં સુરત, આણંદ અને રાજકોટમાં 9 વિદ્યાર્થિનીને ફસાવી હતી. મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ એક બે નહીં પણ 9 વિદ્યાર્થીનીને પોતાનો શિકાર બનાવ્યો હતો. ધવલ પોતે દર વખતે પોતાનો ઓળખ બદલીને વિદ્યાર્થિનીને પોતાની જાળમાં ફસાવતો હતો. બે વાર લગ્ન કરનારા ધવલ ત્રિવેદી પર અગાઉ 5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ચોટીલાની વિદ્યાર્થીની ભગાડી જવાના કેસમાં તેને સીબીઆઇએ ઝડપી લીધો હતો. બાદમાં તે જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયો હતો. આ પ્રકરણમાં દિલ્હીની ઇન્ટર સ્ટેટ સેલે ધવલની શોધખોળ શરૂૂ કરી હતી. પણ ધવલ હિમાચલ પ્રદેશમાં વેશ બદલીને રહેતો હતો. ખરાઈ કર્યાં બાદ ધવલને ઝડપી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *