સેન્સેક્સમાં 917 અંકનો ઉછાળો, નિફ્ટીએ 24,250ની સપાટી કુદાવી

અમેરિકાની ભારત સાથે ટ્રેડડીલ થવાની શક્યતાએ બજારને બૂસ્ટરડોઝ ભારતીય શેરબજારની આજે પોઝીટીવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગઈકાલની…

અમેરિકાની ભારત સાથે ટ્રેડડીલ થવાની શક્યતાએ બજારને બૂસ્ટરડોઝ

ભારતીય શેરબજારની આજે પોઝીટીવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગઈકાલની રજા બાદ સેન્સેક્સ આજે ફ્લેટ ખુલ્યા બાદ પ્રારંભીક શેશનમાં જ 917 અંક ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ એક ટકા જેટલી ઉછળીને 24,500ને પાર થઈ ગઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડ્રોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથેની વેપાર સંધી શક્ય બનવાની જાહેરાત કરાતા જ શેરબજારને આજે બુસ્ટરડોઝ મળ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય સમય પ્રમાણે ગઈકાલે રાત્રે જાહેરાત કરવામાં આવી હતી કે, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે જેના પગલે એશિયન માર્કેટ અને ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. મંગળવારે 80,242ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 58 અંક ઉછળીને 80,300 પર ખુલ્યો હતો. સવારે 10 કલાકે 917 અંકની તેજી સાથે સેન્સેક્સ 81,159ના હાઈ પર પહોંચી ગયો હતો જ્યારે 24,334ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 24,311 પર ખુલી હતી. અને નિફ્ટીમાં એક ટકા જેવો વધારો નોંધાતા નિફ્ટી 24,589 પર ટ્રેડ થઈ હતી.

વૈશ્ર્વિક માર્કેટની વાત કરીએ તો જાપાનનો ટોપિક્સ 0.6 ટકા, એસ્ટ્રેલિયાનો એએસએક્સ 200 અડધા ટકા અને યુરોક સ્ટોક્સ ફિફ્ટી ફ્યુચર 1.3 ટકા મજબુતી સાથે વેપાર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *