ત્રણ દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ સેન્સેક્સમાં 750 અંકનો ઉછાળો

આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત…

આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

આજે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 674 પોઈન્ટ ના વધારા સાથે 77,250 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, NIFTY 50 પણ 199.65 પોઈન્ટ ઉછળીને 24,072.60 ની સપાટી વટાવી ગયો છે. બજારની શરૂૂઆત મજબૂત ગેપ-અપ સાથે થઈ હતી, જેમાં નિફ્ટીએ દિવસની હાઈ સપાટી 24,107.60 ને સ્પર્શ કર્યો હતો.
હાલ સેન્સેક્સ 750 પોઇન્ટ વધીને 77390 અને નિફ્ટી 225 પોઈન્ટ વધીને 24125 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. આજે ફાર્મા,મેટલ,મીડિયા અને આઈ ટી શેરોમાં તેજી જોવા મળી છે. મિડકેપ નિફ્ટી પણ 950 પોઈન્ટ વધ્યો છે.

માત્ર શેરબજાર જ નહીં, પણ કિંમતી ધાતુઓમાં પણ આજે તેજીનો માહોલ બન્યા બાદ સોના ચાંદીના ભાવ નીચા આવ્યા છે. સોનું MCX પર જૂન વાયદાનું સોનું 549 રૂૂપિયા ઘટીને 1,52,100 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળ્યા બાદ ચાંદી બપોરે 3 વાગ્યે 1700 રૂપિયા નીચે જોવા મળી રહી છે. જૂન વાયદાની ચાંદી 2,42,990 પર જોવા મળી રહી છે. પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. હાલ રાજકોટનાં ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ 2,52,490 અને સોનાનો ભાવ 1,55,120 ઉપર જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *