સેન્સેક્સમાં 2100 અંકનો કડાકો, 5 લાખ કરોડ સ્વાહા

  ભારતીય શેરબજારમાં આજે સોમવાર બ્લેક મન-ડે સાબીત થયો હતો. સવારે બજાર ખુલતાની સાથે જ જોરદાર તેજી જોવા મળી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખરાબ સમાચાર…

 

ભારતીય શેરબજારમાં આજે સોમવાર બ્લેક મન-ડે સાબીત થયો હતો. સવારે બજાર ખુલતાની સાથે જ જોરદાર તેજી જોવા મળી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખરાબ સમાચાર આવતા સેન્સેકસમાં 743 અંકનો સુધારો ધોવાઇ ગયો હતો અને સેન્સેકસમાં 2170 થી વધુનો અને નિફટીમાં 600થી વધુ અંકનો કડાકો બોલી જતાં રોકાણકારોના રૂા. પાંચ લાખ કરોડ ધોવાઇ ગયા હતા.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે ભારતીય શેરબજારની શરૂૂઆત તો જોરદાર તેજી સાથે થઈ હતી, પરંતુ રોકાણકારોની આ ખુશી માત્ર થોડી જ મિનિટો ટકી હતી. અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગ સહિતના વૈશ્વિક બજારોમાં આવેલા કડાકાની અસર ભારતીય બજાર પર પણ પડી અને સેન્સેક્સ-નિફ્ટી અચાનક ધડામ થઈ ગયા હતા. બલ્કે ઉપલા લેવલથી સેન્સેક્સ 2200 અંક ઘટ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ 640 અંકનો કડાકો બોલી ગયો હતો. સાથોસાથ બેંક નિફટીમાં પણ 2200 અંકનો કડાકો બોલ્યો હતો.

ગત સપ્તાહના શુક્રવારે અમેરિકા માર્કેટ પણ નીચે બંધ થયા હતા અને તેની અસર સોમવારે એશિયન માર્કેટ ઉપર પણ જોવા મળી હતી એશિયાના લગભગ તમામ સ્ટોક માર્કેટ રેડ ઝોનમાં ખુલ્યા હતા જોકે ભારતીય શેરબજારે શાનદાર શરૂૂઆત તો કરી હતી. પરંતુ માત્ર 15 મિનિટની અંદર માર્કેટ ક્રશ થઈ ગયું હતું.
સેન્સેક્સ, નિફ્ટી, મીડકેપ નિફ્ટી 100 તેમજ બેંક નિફ્ટીના શેરો પણ ધડાધડ નીચે આવવા લાગ્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નવી ચેતવણી આપતા સેન્ટિમેન્ટ બગાડ્યા હતા.

સેન્સેક્સ અગાઉના 83,919 ના બંધ સામે 84,421 પર ખૂલ્યો હતો અને શરૂૂઆતની મિનિટોમાં જ 743 પોઈન્ટના ઉછાળા સાથે 84,662 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ બજારની ચાલ બદલાઈ ગઈ હતી અને સેન્સેક્સ આજના હાઈથી લગભગ 2200 થી પણ વધુ પોઈન્ટ ગબડીને 82,443 ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.

નિફ્ટી પણ શુક્રવારના 25,800.60 ના ક્લોઝિંગ સામે આજે બજાર ખૂલતા જ 192 પોઈન્ટના ઉછાળા સાથે 25,992.60 ના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી હતી અને તે આજના હાઈથી 640 પોઈન્ટ ગબડીને સીધું 25,371 ની નીચલી સપાટીએ આવી ગયો હતો.

સોના ચાંદીમાં લાંબા સમય બાદ ભાવ વધારો
એક બાજુથી આજે શેર બજાર માં મોટો કડાકો બોલી ગયો હતો પરંતુ માર્કેટની શરૂૂઆતમાં જ સોના અને ચાંદીમાં તેજી જોવા મળી હતી. છેલ્લા ત્રણ સપ્તાહથી સોનુ અને ચાંદીના ભાવ ગગરી રહ્યા છે તેને પણ બ્રેક લાગી હતી. આજે સોનામાં ₹3,500 અને ચાંદીમાં 5200 રૂૂપિયાનો વધારો નોંધાયો હતો. વાયદા બજારમાં સોનું 1,25,000 ને પાર થઈ ગયું છે જ્યારે ચાંદીનો ભાવ ₹1,53,000 ની ઉપર જોવા મળી રહ્યો છે. રાજકોટના હાજર ભાવની વાત કરીએ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો 1,29,300 જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોના ₹1,59 700 જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *