એન્ટિ કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે અંતે સિનિયર IPS પિયુષ પટેલની નિમણૂક

એસીબીની છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર કેન્દ્રમાં ડેપ્યુટેશનમાંથી પરત આવેલા આઇપીએસ પિયુષ પટેલને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. 1998 બેચના આઇપીએસ પિયુષ પટેલ બીએસએફમાંથી…

એસીબીની છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર કેન્દ્રમાં ડેપ્યુટેશનમાંથી પરત આવેલા આઇપીએસ પિયુષ પટેલને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. 1998 બેચના આઇપીએસ પિયુષ પટેલ બીએસએફમાંથી થોડા સમય પૂર્વે જ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે.

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ને નવા ડાયરેક્ટર તરીકે IPS પિયુષ પટેલને પોસ્ટીંગ અપાયું છે તેમને એસીબીના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. 1998 બેચના IPS પિયુષ પટેલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં IG તરીકે ફરજ બજાવતા હતા તેમને તાત્કાલિક ગુજરાત કેડરમાં પરત મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

મુળ અમદાવાદના વતની પિયુષ પટેલે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવી છે. અત્યાર સુધી તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) તરીકે સુરત રેન્જ આઈજીની જવાબદારી નિભાવી ચુકયા છે. પીયૂષ પટેલ હાલ કેન્દ્ર સરકારમાં બીએસએફમાં છે જ્યાંથી હવે ગુજરાત કેડરમાં પરત આવી રહ્યા છે. અગાઉ તેઓ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા.

ત્યારપછી તેઓ ડીઆઈજી તરીકે બીએસએફમાં જોડાયા હતા. આ પછી તે 2016 સુધી BSFમાં રહ્યા. પીયૂષ પટેલને પ્રમોશન મળ્યું હતું અને તેમને એડીજીપીના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. પીયૂષ પટેલ ઓક્ટોબર 2022માં સુરતના રેન્જ આઈજી બન્યા હતા. આ પહેલા તેઓ ગાંધીનગર (આર્મ્ડ યુનિટ)ના આઈજી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *