ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ

  HMPV દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનના વાયરસ HMPVના કેસ હવે ભારતમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો છે.…

 

HMPV દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનના વાયરસ HMPVના કેસ હવે ભારતમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો છે. . અમદાવાદ બાદ પ્રાંતિજમાં HMPV વાયરસનો કેસ સામે આવ્યો છે.

HMPV વાયરસનો હિંમતનગરમાં કેસ નોંધાયો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં પ્રાંતિજ તાલુકાના ગામનું આઠ વર્ષનું બાળક સારવાર હેઠળ છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ICUમાં રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં HMPV વાયરસનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો. શંકાસ્પદ ગણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દેશમાં HMPV વાયરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. કર્ણાટક, ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ HMPV વાયરસના કેસ સામે આવ્યા છે. નાગપુર બાદ મુંબઇમાં વધુ એક કેસ નોંધાયો છે. મુંબઈના પવઈની હિરાનંદાની હોસ્પિટલમાં HMPVનો મામલો સામે આવ્યો છે. અહીં છ મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *