ગુજરાત સહિત 7 રાજ્યોની મેડિકલ કોલેજોમાં 1300 કરોડના કૌભાંડનો પર્દાફાશ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં) દ્વારા દેશની મેડિકલ કોલેજોમાં હાથ ધરાયેલી તપાસમાં એક વિરાટ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. આ અંતર્ગત કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સહિત…

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં) દ્વારા દેશની મેડિકલ કોલેજોમાં હાથ ધરાયેલી તપાસમાં એક વિરાટ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. આ અંતર્ગત કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સહિત ગુજરાત અને દેશના 7 રાજ્યોમાં 1300 કરોડ રૂૂપિયાથી વધુનું સુનિયોજિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સત્તાવાર ધડાકો થયો છે.

દેશમાં આરોગ્ય શિક્ષણ અને મેડિકલ સીટોની માન્યતા આપવાના નામે ચાલતા ગોરખધંધા પર સીબીઆઈએ લાલ આંખ કરી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના 7 રાજ્યોમાં આવેલી વિવિધ ખાનગી મેડિકલ કોલેજો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન એજન્સીને 1300 કરોડ રૂૂપિયાથી વધુના નાણાકીય કૌભાંડના પુરાવા મળ્યા છે. આ કૌભાંડ કોઈ એકાદ સંસ્થા પૂરતું સીમિત ન રહેતાં દેશવ્યાપી નેટવર્ક ધરાવતું હોવાનું તારણ સામે આવ્યું છે.

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં સીબીઆઈની ટીમે હાથ ધરેલી તપાસમાં ભયાનક ખામીઓ સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું કે કોલેજમાં કાગળ પર ’ભૂતિયા ફેકલ્ટીઝ’ દર્શાવીને માત્ર ચોપડે પ્રોફેસરોની હાજરી બતાવવામાં આવતી હતી.

વાસ્તવિકતામાં હોસ્પિટલમાં દર્દીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભારે અભાવ હતો. મેડિકલ વિદ્યાર્થીઓ માટે જરૂૂરી શિક્ષણ સંસાધનો અને પ્રયોગશાળાઓ ન હોવા છતાં આ કોલેજમાં એમબીબીએસ (MBBS)ની સીટો પર પ્રવેશ પ્રક્રિયા ચલાવવામાં આવી રહી હતી.

આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને સુત્રધાર તરીકે સ્વામી ભગતવત્સલદાસજીનું નામ સીબીઆઈની તપાસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું છે. તેમની સંસ્થાઓ દ્વારા મોટા પાયે નાણાકીય હેરફેર અને કાળા નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ આ મામલે મની ટ્રેલ શોધી કાઢવા માટે બેંક ખાતાઓ અને દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી હાથ ધરી છે. આવનારા દિવસોમાં આ કૌભાંડમાં સામેલ એનએમસીના અધિકારીઓ અને કોલેજના ટ્રસ્ટીઓની ધરપકડ થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે.

NMCમાં પૈસા પાથરીને મંજૂરી મેળવાઇ હતી
મેડિકલ કોલેજોને મંજૂરી આપતી દેશની સર્વોચ્ચ સંસ્થા નેશનલ મેડિકલ કમિશન (NMC) ના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી આ કૌભાંડમાં ખુલ્લીને સામે આવી છે. જરૂૂરી માપદંડો પૂર્ણ ન કરતી હોવા છતાં, આ કોલેજો દ્વારા એનએમસીના નિરીક્ષકો અને અધિકારીઓને કરોડો રૂૂપિયાની લાંચ આપવામાં આવતી હતી. અધિકારીઓએ નાણાં લઈને ખામીયુક્ત કોલેજોને ક્લીન ચિટ આપી દીધી હતી. આ મિલીભગતના કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને દેશની આરોગ્ય સેવાઓ સામે ગંભીર જોખમ ઊભું થયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *