મોરબીમાં સત્યાગ્રહ પાર્ટ-3, ખેડૂતોએ વિશાળ રેલી કાઢી ખાંડા ખખડાવ્યા

વીજ લાઇનના વળતર મુદ્દે નવી લડાઇ, 365 ગ્રામ પંચાયત દ્વારા સરકારના પરિપત્રનો વિરોધ મોરબીના જેતપર ગામે વીજલાઈન વળતર મુદે ઉપવાસ આંદોલન પાર્ટ 2 પૂર્ણ થયા…

વીજ લાઇનના વળતર મુદ્દે નવી લડાઇ, 365 ગ્રામ પંચાયત દ્વારા સરકારના પરિપત્રનો વિરોધ

મોરબીના જેતપર ગામે વીજલાઈન વળતર મુદે ઉપવાસ આંદોલન પાર્ટ 2 પૂર્ણ થયા બાદ સત્યાગ્રહ પાર્ટ 3 શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 365 ગામોના ખેડૂતોના લેટરપેડ સાથે સરકારના નવા પરિપત્ર માન્ય નથી મુદા સાથે વિશાળ પદયાત્રા યોજીને કલેકટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું પદયાત્રામાં મહિલાઓ અને ખેડૂતો હજારોની સંખ્યામાં જોડાયા હતા વિશાળ રેલી સ્વરૂૂપે પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી શરુ કરી સામાકાંઠા વિસ્તારમાં ફરીને કલેકટર કચેરી પહોંચી હતી.

ગુજરાત ખેડૂત છાવણી જેતપર (મચ્છુ) દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના ઠરાવ ક્રમાંક ઇપીસીડી/ઈએલએ/ઈ ફાઈલ/20/2023/1173/ક તા. 4-7-26 થી ઈલેક્ટ્રીસીટી એક્ટ 2003 અને ટેલીગ્રાફ એક્ટ 1885 ની જોગવાઈઓ પ્રત્યે પ્રસ્થાપિત થતી અને થયેલ ટ્રાન્સમિશન લાઈનોના વળતર અંગેનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત ખેડૂત છાવણીના ખેડૂતો દ્વારા વિરોધ કરીએ છીએ અને તેમાં સુધારા કરવા આવેદન પાઠવીએ છીએ.

ગુજરાત ખેડૂત છાવણી દ્વારા જે ઉપરોક્ત સંદર્ભવાળા ઠરાવમાં સુધારાઓ કરાવવા માંગીએ છીએ તે તમામ સુધાર ઠરાવ આ સાથે સામેલ રાખેલ છે જે હકીકતો ધ્યાને લઈને તે મુજબનો ટેલીગ્રાફ એક્ટની કલમ 10 (ડી) ની મેન્ડેટરી જોગવાઈ ઓછામાં ઓછું નુકશાન અને પૂરેપૂરું નુકશાનીનું વળતર મુજબ અમો ગુજરાત છાવણીના ખેડૂતો દ્વારા સૂચવેલ સુધારા થવા અરજ કરવામાં આવી છે ગુજરત ખેડૂત છાવણી ઠરાવનો વિરોધ કરે છે અને ખેડૂતોને પરિપત્ર માન્ય નથી જેથી જ્યાં સુધી સુધારા ના થાય ત્યાં સુધી ઠરાવની અમલવારી નહિ કરવા માંગ કરી છે.

ખેડૂત સમિતિ સભ્ય નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતો પરિપત્રના વિરોધમાં છે રાજ્યના 365 ગામોના પંચાયતના લેટરપેડ પર પરિપત્ર અમાન્ય છે તે જોડીને આજે જીલ્લા કલેકટરને આવેદન આપ્યું છે બે દિવસ મીટીંગમાં તમામ જીલ્લાના ખેડૂતોના મુદાઓ લેવામાં આવ્યા હતા અને તે બધાને આવરી લઈને આજે માંગણી તૈયાર કરી આવેદન આપવામાં આવ્યું છે સરકાર માંગ નહિ સ્વીકારે તો દરેક ખેડૂતોને બોલાવી આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

ખેડૂતોની માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે, માર્કેટ રેટ કમિટી સહિતની કામગીરી ચાલુ : કલેકટર
જેતપર ગામના ખેડૂતોની માંગણીઓ અંગે સંવેદના દાખવી સરકારે પરિપત્ર કર્યો છે જેમાં વિવિધ માંગણીઓનો સમાવેશ થાય છે માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરી ખેડૂત પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ભાવ 200 ટકા અને ગ્રામ્યમાં 30 ટકા જોગવાઈ કરી છે વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આજે ખેડૂતોએ આવેદન આપી અન્ય માંગણીઓ કરવામાં આવી છે જે સરકાર સુધી પહોંચાડીશું, સરકારી પરિપત્ર ખેડૂતોના હિતમાં છે માર્કેટ રેટ કમિટી પ્રમાણે કામગીરી શરુ કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો ઝડપથી તેના પ્રતિનિધિઓની નિમણુક કરે જેથી સમયસર વળતર મળી સકે તેમજ અગાઉ વળતર મળી ગયું હોય તેને પણ વધારાનું વળતર આપવાની જોગવાઈ છે સરકારના જીઆર પ્રમાણે માર્કેટ રેટ કમિટી ભાવ નક્કી થયા બાદ થાંભલા નાખવાની કામગીરી થશે કંપની સાથે બેઠક કરી છે અને વેલ્યુઅર નિમણુક કરવા સુચના આપી છે અને ખેડૂતોને 100 ટકા વળતર મળ્યા બાદ જ કામગીરી કરવા અંગે સુચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *