કાલે લખનૌમાં રમાનાર મેચ જોવા ભાભી સાથે પહોંચી
સારા તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી સચિન તેંડુલકરની લાડકી સારા આ વખતે કોઈ પોસ્ટના કારણે નહીં, પરંતુ પોતાના એક રિએક્શનને લઈને ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. હકીકતમાં સારા તેંડુલકર 12 એપ્રિલે રમાનાર ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આઈપીએલ 2026ની મેચ માટે લખનઉ પહોંચી ચૂકી છે. એરપોર્ટ પર પાપારાજીએ તેને પૂછી લીધું કે, “ગુજરાત ટાઇટન્સ કે લખનઉ સુપર જાયન્ટ્સ, તમે કોને સપોર્ટ કરી રહ્યાં છો?” બસ આ સવાલના જવાબમાં સારાનું જે રિએક્શન આવ્યું, તે વાયરલ થઈ ગયું છે.
એરપોર્ટ પર સારા તેંડુલકર પોતાની ભાભી સાનિયા ચંડોક (અર્જુનની પત્ની) સાથે જોવા મળી હતી. ત્યારે પાપારાજીએ તેને આ સવાલ પૂછ્યો હતો. વારંવાર સવાલ પૂછવા પર સારાએ કોઈ સીધો જવાબ તો આપ્યો નહીં, પરંતુ તે પોતાની સ્માઈલ રોકી શકી નહીં. તેની સાથે શરમથી તેના ગાલ પણ લાલ થઈ ગયા. તેનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ફેન્સ સારાના આ મૌનનું કનેક્શન તેના ભાઈ અર્જુન તેંડુલકર સાથે જોડીને જોઈ રહ્યાં છે. જે આ સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમનો ભાગ છે.
