ઇફકોના નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા સંઘાણી

ખાતર ક્ષેત્રની ભારતની અગ્રણી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફકો) દ્વારા કર્ણાટકના બેંગલુરુ નજીક દેવનહલ્લીમાં સ્થાપિત અદ્યતન નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.…

ખાતર ક્ષેત્રની ભારતની અગ્રણી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફકો) દ્વારા કર્ણાટકના બેંગલુરુ નજીક દેવનહલ્લીમાં સ્થાપિત અદ્યતન નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન IFFCO અને NCUIના અધ્યક્ષ દિલીપ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે સંઘાણીએ પ્લાન્ટનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને નાનો ખાતરના ઉત્પાદન, ગુણવત્તા ધોરણો તથા તકનિકી ક્ષમતાઓ અંગે માહિતી મેળવી.

આ પ્રસંગે સંઘાણીએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ’સહકારથી સમૃદ્ધિ’ સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

12 એકર વિસ્તારમાં ફેલાયેલો આ અદ્યતન નાનો પ્લાન્ટ પ્રતિદિન 2 લાખ બોટલ નેનો યુરિયા પ્લસના ઉત્પાદન માટે સક્ષમ છે. દીર્ઘકાળીન દ્રષ્ટિએ આ પ્લાન્ટ દક્ષિણ ભારતમાં પરંપરાગત યુરિયા પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટાડશે, આયાત ખર્ચમાં ઘટાડો કરશે અને ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

IFFCOના ઉપાધ્યક્ષ બલવીર સિંહ, પૂર્વ ચેરમેન કે શ્રીનિવાસન ગૌડા, મેનેજિંગ ડિરેક્ટર કે જે પટેલ, પ્રહલાદસિંહ, વિજય શંકર રાય, વિવેક કોહલે, સુબ્રજીત પાધી, મારા ગંગા રેડ્ડી, વાલ્મિકી ત્રિપાઠી, જગદીપ સિંહ નક્કઈ, જયેશ રાદડિયા, ઉમેશ ત્રિપાઠી, ભાવેશ રાદડિયા, યુનિટ હેડ સંજય કુલશ્રેષ્ઠ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *