પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે સલમાન ખાન હાઈકોર્ટ પહોંચ્યો

બોલિવુડ અભિનેતા સલમાન ખાન હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એક વખત અભિનેતા ચર્ચામાં આવ્યા છે. સલમાન ખાને પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો…

બોલિવુડ અભિનેતા સલમાન ખાન હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એક વખત અભિનેતા ચર્ચામાં આવ્યા છે. સલમાન ખાને પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો છે. સલમાન ખાનનો આરોપ છે કે, તેની પરવાનગી વગર અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ વેબસાઈટસ પર તેના ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે તેની પ્રાઈવેસીના અધિકારનું ભંગ કરે છે.

સલમાન ખાને આરોપ લગાવ્યો કે, અનેક કંપની અને ઈ-કોર્મસ વેબસાઈટ તેના નામ અને ફોટાનો ઉપયોગ ખોટી માહિતીનો પ્રચાર કરવા માટે કરે છે. સલમાન ખાને પોતાની અરજીમાં દિલ્હી હાઈકોર્ટને પોતાનાપર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ કરવાની વિનંતી કરી છે. પબ્લિસિટી રાઈટ્સની સુરક્ષાનો મતલબ છે કે,અભિનેતા કે કોઈ પણ સેલિબ્રિટીના નામ, અવાજ અને હાવભાવ તેમજ ઓળખ સાથે જોડાયેલી ખોટી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય. માત્ર સલમાન ખાન જ નહી પરંતુ આ પહેલા અનેક સ્ટારે આ રસ્તો અપનાવ્યો છે અને કોર્ટને વિનંતી કરી છે કે તેમના ફોટોગ્રાફ્સનો આવો દુરુપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે.

આ સેલિબ્રિટીમાં સિંગર આશા ભોસલે, અભિનેતા સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર, એશ્વર્યા રાય બચ્ચન, સોનાક્ષી સિંહા તેમજ અનેક સ્ટાર આ પહેલા કોર્ટ પહોંચ્યા હતા. કેટલીક વખત એવા વીડિયો સામે આવે છે કે, જેમાં એઆઈથી સ્ટારના ચેહરાને ક્રિએટ કરી તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે. જ્યારે કોઈ સ્ટાર આ બ્રાન્ડની જાહેરાત કરતા પણ ન હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *