ગાડીમાં કાગળો વેરવિખેર અને કલેક્શન બેગ ખાલી મળી, લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા
મોરબીની વાવડી ચોકડી નજીક સેલ્સમેન યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી સેલ્સમેન યુવાન છોટા હાથી વાહન લઈને કામે નીકળ્યો હતો ત્યારે વાવડી ચોકડી નજીક અજાણ્યા ઇસમેં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હતી અને કલેક્શન બેગ ખાલી જોવા મળતા લૂંટના ઈરાદે હત્યા થઇ કે અન્ય કારણ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે.
મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ પાસે ગોડાઉનમાં રહેતા મૂળ ભરતનગર નવા સાદુળકા ગામના રહેવાસી નીખીલ શિવલાલ બારેજીયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રાજેશ કાંતિલાલ જોષી (ઉ.વ.22) નામનો યુવાન મૂળ ઓડેદર ગામ પોરબંદરનો વતની છે અને હાલ તે ટીંબડી પાટિયા નજીક આવેલ ફરિયાદીની રાધિકા સેલ્સ એજન્સીમાં છેલ્લા એકાદ મહિનાથી જોડાયો હતો જે સેલ્સમેન તરીકે ગોડાઉનમાંથી છોટા હાથી વાહનમાં માલ ભરી મોરબીના અલગ અલગ વિસ્તારમાં આપી સાંજે પરત આવી હિસાબ આપતો હતો જેને મકાન ના હોય જેથી ગોડાઉનમાં જ સુઈ જતો હતો.
ગ તા. 01 ના સવારે સાડા દસેક વાગ્યે ગોડાઉનથી રૂૂટીન મુજબ માલ ભરી સેલ્સ કરવા એજન્સીનું છોટા હાથી વાહન લઈને રાજેશ જોષી નીકળ્યો હતો.
સાંજે પરત નહિ આવતા સ્ટાફના પ્રકાશભાઈએ ફોન કર્યો પરંતુ ફોન રીસીવ થયો નહિ આજે સવારના સાડા સાતેક વાગ્યે રાજકોટ મોરબી રૂૂટના કટારીયા કંપનીના ડ્રાઈવર રજુબાહીએ ફોન કરી જણાવ્યું કે તમારી એજન્સીનું છોટા હાથી વાવડી ચોકડી પાસે પડેલ છે ગાડીનો આગળનો કાચ તૂટેલો છે બાજુના ખેતરમાં ડ્રાઈવર રાજેશ જોષીનો મૃતદેહ પડ્યો છે જેથી સ્થળ પર પહોંચી જોતા રાજેશ જોષીનો મૃતદેહ પડ્યો હતો જેને શરીરે જોતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી ગાડીમાં તેનું આધારકાર્ડ પડેલું હતું અને કલેક્શન બેગ ખાલી હતી ગાડીમાં કાગળો વેરવિખેર પડ્યા હતા અને મોબાઈલ પણ મળી આવ્યો ના હતો.
આમ અજાણ્યા ઇસમેં કોઈ કારણોસર એજન્સીના સેલ્સમેન રાજેશ કાંતિલાલ જોષીની બોથડ પદાર્થના માથામાં ઘા ઝીંકી હત્યા કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ હત્યા લૂંટના ઈરાદે થઇ કે પછી અન્ય કોઈ અંગત કારણોસર તે આરોપી ઝડપાયા બાદ જ સ્પષ્ટ થશે.
