ઉમિયાધામ સિદસર મહોત્સવમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કૃષિ સંમેલન યોજાયું
વેણુ નદીમાં લેસર શો દ્વારા મા ઉમિયા પ્રાગટ્યની ગાથા દર્શાવાઈ: હજારો પાટીદારો મહા આરતીમાં જોડાયા
મહોત્સવમાં પ્રથમ દિવસે 44 કરોડથી વધુ રકમનું દાન: ઉમિયા સમૃદ્ધિ યોજના-3માં દાતાઓ વરસી પડ્યા
વેણુ નદીના કાંઠે વસેલા સિદસર ખાતે પંચદિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવમ ઉમાયા માતાજી મંદિર સિદસર દ્વારા અમલી બનાવાયેલ ઉમીચા સમૃધ્ધી યોજના-3 અંતર્ગત ગઈકાલે પ્રથમ દિવસે 44 કરોડ થી વધુના દાનની જાહેરાત દાતાઓ દ્વારા કરવામાં આવી છે. વેણુ નદીના કાંઠે સાંજે યોજાયેલી સહસ્ત્રદિપ આરતીમાં પાટીદારોએ હજારો દિવડા- મસાલ સાથે જોડાયા હતા.લેસર શો માં વેણુ નદીમાં ખાસ ઉભા કરવામાં આવેલ પ્રતિબીબ ટ્રારા મા ઉમીયાના પ્રાગટયની ગાથા દર્શાવવામાં આવેલ હતી. આજે કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રાજયપાલ દેવવ્રત આચાર્યજીએ પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યુ.
પાટીદારોના કુળદેવી માં ઉમીયા ના સાનિધ્યમાં ગઈકાલે વેણુ નદીના કાંઠે યોજાયેલ સહસ્ત્રદિપ મહા આરતીમાં હજારો દિવડા મશાલના સથવારે રંગારંગ દશ્યો સર્જાયા હતા. માં ઉમીયાના મંદિર સામે વૈણુ નદીમાં લેસર શો દ્રારા માં ઉમીયાની ગાથા દર્શાવવામાં આવી હતી. ગંગા કિનારે થતી આરતીની માફક યોજાયેલ મહા આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પાટીદારોએ ભાવપૂર્વક ભાગ લઈ મહાઆરતી કરી હતી. માં ઉમીયાની આરાધના થકી સરસ્વતીના સાધના ના સુત્ર સાથે યોજાયેલ શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં સૌરાષટ્રભરના પાટીદારો ભાગ લઈ રહયા છે. ઉમીયા માતાજી મંદિર સિદસર દ્રારા અમલી ઉમીયા સમૃધ્ધિ યોજના-3 અંતર્ગત રૂૂા.400 કરોડના સામાજિક વિકાસ કાર્ય માટે ગઈકાલે મહોત્સવના પ્રથમ દિવસે દાતાઓએ રૂૂ.44 કરોડના દાતાની જાહેરાત થઈ હતી. પાટીદાછ દાતાઓ વરસી પડયા હતા.
રાજયના મહામહીમ રાજયપાલ આચાર્ય દેવડાતજીએ કૃષિ સંમેલનમાં જણાવ્યું હતુ કે વિદ્યા સરસ્વતી,વિરતા માટે દુર્ગા, જીવન ઉત્કર્ષ માટે લક્ષમી અને ધર્મ માટે જગતજનની માં ઉમીયા સહીત માતૃશિકતની ઉપાસના કરવામાં આવે છે. પાટીદાર સમાજે શ્રી 1મ સતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે શિક્ષણધામ સહીત સમાજ ઉપયોગી કાર્યના સંકલ્પો નવી પેઢી માટે શિક્ષણ ઉન્નતિ અને પ્રગતીના દૂાર ખોલશે. વ્યસન મુકત સમાજના નિમાર્ણ સહીત પ્રકોલ્પો શિક્ષીત પાટીદાર સમાજનું નવ નિમાર્ણ કરશ. જીવનમાં ધર્મ જોડાણ સારા કર્મમાં નિમીત બનશે.
યુવા સંમેલન
શ્રી 1। શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે બપોર બાદ ત્રણ કલાકે યોજાયેલા યુવા સંમેલનમાં અધ્યક્ષ સ્થાને રાજકોટના ઉદ્યોગપતી ચીરાગભાઈ પાણે પાટીદાર યુવાનોને પરિવાર કુટુંબની ઓળખાણ મોટી કરવા જણાવયું હતું તેમજ દરરોજ પરિવાર જનોએ સાથે બેસી ગુરૂૂ સભા કરવી જોઈએ. યુવાનોને ઉદ્યોગ ધંધા માટે પ્લેટ ફોર્મ દિશા આપવા કાર્ય થવું જોઇએ તેવી નેમ વ્યકત કરી. યુવા સંમેલનમાં સુપ્રસીધ્ધ લેખક તથા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, યુવાઓએ જીંદગીની જંગ જીતવી હોય તો જાતે જ તરવું પડશે. હસતા મોઢે પડકારોને જીલવા તથા પ્રહાર કરવાની ક્ષમતા કેળવવી પડશે. જગતમાં હાર જેવી ચીજ નથી કાંતો સીખવા મળશે કાંતો જીતવા મળશે. યુવાનોએ આત્મ વિશ્વાસ વધારવા માટે અનુભવ વધારવો પડશે. ધીરજ અને આત્મ વિશ્વાસ થકી સફળતા હાસલ થાય છે.