રાજકોટથી અમદાવાદ જવા માટે હવે ચૂકવવા પડશે વધુ 17 રૂપિયા: મુસાફરો માટે 10 ટકા બોજ ઝિંકાયો: 2023થી અત્યાર સુધીમાં ટિકિટ 38 ટકા મોંઘી થઇ
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એસટી બસના ભાડામાં આજથી ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકાયો છે,નવા ભાડાની અમલવારી શરૂૂ થઈ ગઈ છે,48 કિમીની મુસાફરીમાં રુ.1 થી 4 સુધીનો વધારો કરવામાં આવ્યો છે,ત્યારે ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ સરકારે એસટી બસના ભાડામાં વધારો કરતા સરકારની આવકમાં પણ વધારો થશે.નિયમ મુજબ 68 ટકાનો વધારો સૂચવાયો હતો. અમદાવાદથી રાજકોટનું ભાડું રૂૂ.171થી વધીને રૂૂ.188 થયુ છે.સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના કાર્યરત કરાય છે જે અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી અમલી બની રહેશે તેમજ ગુજરાતના તમામ એસટી ડેપો સહિત એસટી નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે ગુજરાત એસટી નિગમ દ્વારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે, ગુજરાત ભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.
નિગમ દ્વારા છેલ્લા 14 મહિનામાં અત્યાધુનિક ટેકનોલોજીવાળી 2987 નવી ઇજ-6 પ્રકારની બસો સેવામાં મૂકવામાં આવી છે.
જેમાં સ્લીપર કોચ, વોલ્વો, સેમી લક્ઝરી, સુપર ડિલક્સ અને મીની બસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં 14 બસ સ્ટેશન અને ડેપોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરરોજ અંદાજે 1 લાખ લોકો લઈ રહ્યા છે.નિગમ દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં આગામી વર્ષમાં 2050 નવી બસો સેવામાં મૂકવાનું આયોજન છે, જેમાં 200 એ.સી. આરામદાયક પ્રીમિયમ બસો અને 10 કારવાં સર્વિસનો સમાવેશ થાય છે. વધુમાં, નિગમમાં અંદાજે 3000 જેટલા ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકોની ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે.
નિગમ દ્વારા વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ પછી તબક્કાવાર ભાડા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 1 ઓગસ્ટ 2023ના રોજ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે નિગમની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે નિગમના સંચાલક મંડળ દ્વારા 28 માર્ચ 2025ની મધ્યરાત્રીથી 10 ટકાનો વધુ ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.નિગમનું કહેવું છે કે લોકલ સર્વિસમાં 85 ટકા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેના કારણે તેમને માત્ર 1 થી 4 રૂૂપિયાનો નજીવો ભાડા વધારો થશે, જેથી સામાન્ય મુસાફરો પર આ વધારાની ખાસ અસર નહીં પડે. નિગમ નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ દ્વારા મુસાફરોને અસરકારક જાહેર પરિવહન સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે.
ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો થશે
તમામ મુસાફરો માટે પણ આ યોજના સસ્તી સવારી સહિત સલામત સવારી બની રહેશે તે નક્કી છે જોકે આ યોજના અંતર્ગત પ્રવાસી લોકો માટે પણ એકજ પાસ માં સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂૂ કરાયેલી આ યોજના અંતર્ગત 1450 માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે તેમજ 850 રૂૂપિયામાં ચાર દિવસ સુધી ગુજરાત ભરમાં પ્રવાસ થઈ શકશે સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો રૂૂપિયા 450 સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે જોકે આગામી સમયમાં ગુજરાતની જનતા મન ફાવે ત્યાં ફરો યોજના ને કેટલો સફર બનાવે છે તે પણ મહત્વનું બની રહે છે.
