ગુજરાત સરકારના મંત્રી અને જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ અને વિંછીયા તાલુકાઓમાં અનેક વિકાસ કામો મંજૂર કરાવી બંને તાલુકાઓમાં લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે. જસદણ તાલુકાના કમળાપુર ગામે આવેલ ડો. આર. ડી. ગાર્ડી હાઇસ્કૂલ ખાતે રૂૂમોની ઘટ હોય કુંવરજીભાઈ દ્વારા ઈજછ ફંડ અંતર્ગત આ રૂૂમો બનાવી આપવા રૂૂ. 88 લાખ મંજૂર કરાવેલ છે જેની કામગીરી ટૂંક સમયમાં શરુ થશે. 2.05.2025 ના રોજ વિંછીયા તાલુકાના ફૂલજરથી લાલાવદર જતો 5 કિમી રસ્તો જે ખુબ જ જર્જરિત થયેલ તે રસ્તો રૂૂ. 140 લાખના ખર્ચે ડામર સપાટી સુધી કરવાના કામનું ખાતમુર્હૂત આજ રોજ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે થયું હતું. જેથી આ વિસ્તારના લોકોને મુસાફરી કરવામાં સરળતા રહેશે અને સુખાકારીમાં વધારો થશે.
આ ઉપરાંત વિંછીયા તાલુકાના વનાળા આવેલ તળાવ અને જસદણ તાલુકાના કમળાપુર ખાતે આવેલ કાળવાનું તળાવ સિંચાઈ વિભાગની યાંત્રિક મશીનરી દ્વારા ઊંડું ઉતારવાના કામનું ખાતમુર્હૂત પણ કરવામાં આવ્યું. જેથી આ બંને તળાવોની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે અને મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે, આજુબાજુમાં પાણીના સ્તરો ઊંચા આવશે.
