ભારતીય વાયુસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો કરવા માટે, મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 97 અદ્યતન CA Mark 1Aફાઇટર જેટ ખરીદવા માટે ₹62,000 કરોડના સોદાને મંજૂરી આપી દીધી છે. આ તમામ ફાઇટર જેટ ભારતમાં જ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવશે, જેનાથી દેશની સંરક્ષણ શક્તિ અને આત્મનિર્ભરતા બંને વધશે.
આ સ્વદેશી વિમાનો HAL દ્વારા બનાવવામાં આવશે અને તેમાં 65% થી વધુ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ સોદો ભારતીય વાયુસેનાના જૂના મિગ-21 ફાઇટર જેટને તબક્કાવાર રીતે નિવૃત્ત કરવાના ભાગરૂૂપે લેવામાં આવ્યો છે. આ આધુનિક વિમાનો વાયુસેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો કરશે અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને નવી દિશા આપશે.
આ તમામ ફાઇટર જેટ ભારતમાં જ સરકારી કંપની HAL દ્વારા બનાવવામાં આવશે. આ CA Mark 1Aવિમાનોમાં અગાઉના મોડેલ કરતાં વધુ સારી એવિઓનિક્સ, આધુનિક રડાર ટેકનોલોજી અને ઉચ્ચ ફાયરપાવર હશે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિમાનોમાં 65% થી વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ થશે, જે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાને વેગ આપશે. આ CA Mark 1Aમાટે આ બીજો મોટો ઓર્ડર છે, કારણ કે થોડા વર્ષો પહેલા જ ₹48,000 કરોડના ખર્ચે 83 જેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
