ગત તા.25/11 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામના ખેતમજુરી કરતા રેથળીયા પરિવારના લોકો શિયાણીથી સોમનાથ પિતૃ તર્પણ કરવા જતા રાત્રીના 8:30 કલાકે નાની મોલડી પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના દરેક સભ્યો માટે રૂૂા.4.00 લાખ મળી કુલ રૂૂ. 16 લાખની રકમ રાજયના મુખ્યમંત્રીએ મંજુર કરી છે.
લીંબડીના શિયાણી ગામના (1) સ્વ ગલાલબેન કાળુભાઈ રેથળીયા ઉ.વ.58(2) ગૌરીબેન પાંચાભાઈ રેથળીયા ઉ.વ.50 (3) મંજુબેન ધનશ્યામભાઈ રેથળીયા ઉ.વ.55 (4) મગજીબેન ગોબરભાઈ રેથળીયા ઉ.વ.60નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં તમામ મૃતકોના વારસદારોને સાંત્વના આપવા રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તા.26/11 ના રોજ ગામની મુલાકાત લીધી હતી જે સમયે હાજર રહેલા પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, એડવોકેટ રામજીભાઈ ગાબુ, લીંબડી તળપદા બોડીંગના પ્રમુખ મગનભાઈ વનાળીયા, જીલ્લા પંચાયત, સુરેન્દ્રનગરના સદશ્ય લાલજીભાઈ કમેજાળીયા, ગામ આગેવાન વિઠ્ઠલભાઈ સદાદીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા જે સમયે મૃતકના વારસદારોને યોગ્ય સહાય મળે તે માટે રજુઆત કરવામાં આવતા સરકાર તરફથી મૃતકોના વારસદારોને યોગ્ય સહાય મળે તે માટેના તમામ પ્રયત્નો કરવા જણાવ્યું હતું. મૃતકોના વારસદારોને નાણાકીય સહાય ચુકવવા જીલ્લા કલેકટર સુરેન્દ્રનગરે મહેસુલ વિભાગને દરખાસ્ત કરતા રાજયના મૃદુ મુખ્યમંત્રી ઍ રજુઆતની અસરકારકતાને ધ્યાને લઈ ગરીબ લોકોને મદદરૂૂપ થવા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી નાણાકીય સહાય મંજુર કરતા ખેત મજુરી કરી ગુજરાત ચલાવતા આર્થિક નબળી સ્થિતીના ગરીબ લોકોને આગામી સમયમાં ચેક સુપ્રત કરવામાં આવશે.