કેપ્ટન સ્મિતને મોરારીબાપુની તરફથી રૂા.21 લાખ, સચ્ચિદાનંદજી તરફથી 25 લાખ અર્પણ

દેશની શાન વધારનાર અને પોતાની બહાદુરીથી 180 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિતના સાહસની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે પૂજ્ય મોરારી બાપુએ પણ કેપ્ટન…

દેશની શાન વધારનાર અને પોતાની બહાદુરીથી 180 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિતના સાહસની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે પૂજ્ય મોરારી બાપુએ પણ કેપ્ટન સ્મિતના આ અદભૂત કાર્યને બિરદાવતાં તેમને 21 લાખ રૂૂપિયાની રકમ અર્પણ કરી છે. હનુમંત કૃપા પ્રસાદ રૂૂપે આપવામાં આવેલી આ રકમ કેપ્ટન સ્મિતના સાહસ અને હિંમતને સમર્પિત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કેપ્ટન સ્મિતે સંકટની ઘડીમાં પળનો પણ વિલંબ કર્યા વિના હિંમતપૂર્વક નિર્ણય લઈને 180 મુસાફરોના જીવ બચાવ્યા હતા. તેમની આ કામગીરીને દેશભરમાંથી પ્રશંસા મળી રહી છે. મોરારી બાપુએ પણ કેપ્ટન સ્મિતના આ સાહસિક કાર્યની હૃદયપૂર્વક સરાહના કરી હતી. બાપુના મનમાં કેપ્ટનના આ ઉમદા કાર્યને વિશેષ રીતે બિરદાવવાનો વિચાર આવ્યો હતો. મોરારીબાપુએ કેપ્ટન સ્મિત મચ્છારના પિતા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે સ્મિતના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી અને તેઓ ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરી હતી.

આ દરમિયાન અન્ય સંસ્થાઓ અને સરકાર તરફથી પણ કેપ્ટન સ્મિતને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. દંતાલી આશ્રમના સચ્ચિદાનંદજી તરફથી 25 લાખ રૂૂપિયાની સન્માન રાશિ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે પણ ગૌરવ પુરસ્કાર અંતર્ગત 25 લાખ રૂૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે એક ફાર્માસ્યુટિકલ કંપની તરફથી પણ એક કરોડ રૂૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે.
આ તમામ સન્માન વચ્ચે મોરારી બાપુએ 21 લાખ રૂૂપિયાની રકમ હનુમંત કૃપા પ્રસાદ રૂૂપે અર્પણ કરીને કેપ્ટન સ્મિતના સાહસને બિરદાવ્યું છે. સાથે જ તેમણે કેપ્ટન સ્મિતના પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી છે.

આભામંડળમાં જટાયુ જેવી વિરતા સ્મિતે બતાવી: રાજભા ગઢવી
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીના વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે સ્મિતે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા. રાજભા ગઢવીએ આ ઘટનાને લઈને કહ્યું કે, એક આતંકવાદી અને એક રાક્ષસને કામયાબ થવા દીધો નહીં. તેમણે સ્મિતની હિંમતને દેશ માટે ગૌરવની વાત ગણાવી છે. તેમણે હનુમાન ચાલીસાના પઠનનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજભા ગઢવીએ કેપ્ટન સ્મિત મચ્છારના આધ્યાત્મિક જોડાણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ હનુમાન ચાલીસાનું પઠન કરતા હતા. તેમણે સ્મિતની આસ્થાની સાથે તેમની બહાદુરીને પણ સલામ કરી હતી. રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, આભા મંડળમાં જેમ જટાયુ રાવણ સામે તે જ રૂૂપ સ્મિતમાં જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *