અમિતાભ અને સલમાન કરતા પણ રોહિત શર્મા મોંઘો TV હોસ્ટ!!

જ્યારે પણ ભારતીય ટેલિવિઝનના સૌથી મોંઘા હોસ્ટની વાત નીકળે છે, ત્યારે દરેકના મનમાં સૌથી પહેલા 2 જ નામ આવે છે – ’બિગ બોસ’ના હોસ્ટ સલમાન…

જ્યારે પણ ભારતીય ટેલિવિઝનના સૌથી મોંઘા હોસ્ટની વાત નીકળે છે, ત્યારે દરેકના મનમાં સૌથી પહેલા 2 જ નામ આવે છે – ’બિગ બોસ’ના હોસ્ટ સલમાન ખાન અથવા ’કૌન બનેગા કરોડપતિ’ના મહાનાયક અમિતાભ બચ્ચન. વર્ષોથી નાના પડદે ફી અને સ્ટારડમની બાબતમાં આ બંને દિગ્ગજોનો દબદબો માનવામાં આવતો રહ્યો છે. પરંતુ હવે આ લિસ્ટમાં એક અત્યંત ચોંકાવનારું નામ જોડાઈ ગયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ન સલમાન ખાન અને ન તો અમિતાભ બચ્ચન, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ટેલિવિઝનના સૌથી મોંઘા હોસ્ટ બનીને ઉભર્યા છે.

ક્રિકેટના મેદાન પર છગ્ગાઓની રમઝટ બોલાવનાર ’હિટમેન’ રોહિત શર્માએ સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનના શો ’ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા’ દ્વારા ટેલિવિઝન હોસ્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રો મુજબ, રોહિત શર્મા આ શોના દરેક 1 એપિસોડને હોસ્ટ કરવા માટે 10 થી 15 કરોડ રૂૂપિયા ચાર્જ કરી રહ્યા છે. જો આ આંકડો સાચો હોય, તો રોહિત શર્મા પોતાના પહેલા જ ટીવી શોમાં ફીની બાબતમાં બોલિવૂડના મોટા-મોટા સુપરસ્ટાર્સને પછાડીને નંબર-1ની ખુરશી પોતાના નામે કરી ચૂક્યા છે. જોકે, તેમની ફી અંગે રોહિત કે ચેનલમાંથી કોઈએ પણ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *