કોન્સ્ટેબલ જહાનવી ડાભીએ ચેતક કમાન્ડોના ત્રાસથી આપઘાત કર્યાનો ખુલાસો

ગાંધીનગરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના આત્મહત્યા કેસમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને તેના પ્રેમી પ્રકાશ ચૌહાણની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ ચૌહાણ ગુજરાત…

ગાંધીનગરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના આત્મહત્યા કેસમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને તેના પ્રેમી પ્રકાશ ચૌહાણની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ ચૌહાણ ગુજરાત પોલીસમાં ચેતક કમાન્ડો તરીકે પોતાની ફરજ બજાવતો હતો. મહિલા કોન્સ્ટેબલ અને કમાન્ડો વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ આ સંબંધે કરુણ અંજામ લેતાં આખા પોલીસ બેડામાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપી કમાન્ડો પ્રકાશ ચૌહાણ પરિણીત હતો અને બે પુત્રોનો પિતા હોવા છતાં મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભી સાથે પ્રેમ સંબંધમાં હતો.
પ્રેમ સંબંધ દરમિયાન આરોપી યુવતીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આટલું જ નહીં, આરોપી પ્રેમી યુવતી પર શંકા રાખી તેની તમામ હિલચાલ પર નજર રાખવા માટે તેના ઘરમાં ગુપ્ત રીતે CCTV કેમેરા પણ લગાવડાવ્યા હતા.

ચેતક કમાન્ડોના સતત ત્રાસ, માનસિક શોષણ અને શંકાશીલ વર્તણૂકથી તંગ આવીને આખરે મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી આરોપી પ્રકાશ ચૌહાણની અટકાયત કરી છે. પોલીસે આરોપી સામે કાયદાકીય સકંજો કસીને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *