અનામત માથાનો દુખાવો બની, મંચ પરથી ભાજપના પ્રદેશ મંત્રીનું નિવેદન

દેશભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન…

દેશભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી અનામત માથાનો દુખાવો બની રહી છે તેવું વિવાદિત નિવેદન આપતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું.

જામનગર જિલ્લાના ભાભરના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય હતી. આ દરમિયાન કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબહેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને લઈને આપેલા નિવેદન આપતા કહ્યું કે, તૃષ્ટીકરણની રાજનીતિ અને વોટ બેંકની નીતિના આધારે અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અનામત માથાનો દુખાવો બની રહ્યો છે. દેશમાં આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યું છે. દેશની પ્રોપર્ટી-મિલકત આપણી જ છે નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે. રાષ્ટ્રભક્તિ ફક્ત 15મી ઓગસ્ટ કે 26માં જાન્યુઆરી નહીં પરંતુ આપણા અંદર દેશ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ.એક તરફ ભાજપ કહેતુ આવ્યું છે કે, દેશમાં બંધારણ છે ત્યાં સુધી અનામતને કોઈ નાબૂત નહીં કરી શકે. ત્યારે બીજી તરફ, પ્રજાસત્તાક દિવસે બનાસકાંઠામાં ભાજપના મહિલા નેતાનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે. જ્યારે નૌકાબહેન પ્રજાપતિએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, આ મારુ વ્યક્તિ નિવેદન હતું અને તેનાથી કોઈને હાની પહોંચી હોય તો હું માફી માંગું છે. પરંતુ આ કોઈ પાર્ટી વતી નિવેદન ન હતું.

બીજી તરફ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા પાર્થીવરાજ કઠવાડિયાએ કહ્યું કે આ નિવેદન જ સમાનતાની સામે મનુવાદી વિચારધારા દર્શાવે છે અને સંવિધાન બદલવાની વાત સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. જ્ઞાતિવાદનો ઉમેરો કરવો હોય એવુ સ્પષ્ટ આ નિવેદન પરથી દેખાઈ રહ્યું છે. આ સંઘની વિચારધારાનું સ્પષ્ટ ઉદાહરણ છે. જે ભાજપના નેતાઓ હવે ધીમેધીમે લોકોની સામે બોલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *