જાણીતી અભિનેત્રી અને સિંગર સુલક્ષણા પંડિતનું નિધન

સુપ્રસિધ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની ભત્રીજી હતા પ્રતિભાશાળી અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ…

સુપ્રસિધ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની ભત્રીજી હતા

પ્રતિભાશાળી અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને 16 વર્ષથી પથારીવશ હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર બોલીવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સુલક્ષણા પંડિતે 70 અને 80ના દાયકામાં પોતાના સુરીલા અવાજ અને ભાવનાત્મક અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 1954માં જન્મેલી સુલક્ષણા પંડિત એક પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાંથી આવતી હતી.

તે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજની ભત્રીજી હતી. તેમના ભાઈઓ, જતીન અને લલિત, પ્રખ્યાત સંગીતકાર જોડી જતીન-લલિત તરીકે પણ ખ્યાતિ મેળવી હતી. તેણીએ 9 વર્ષની નાની ઉંમરે ગાવાનું શરૂૂ કર્યું. 1967માં તેણીએ પ્લેબેક સિંગિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ઝડપથી પોતાને સ્થાપિત કરી. ફિલ્મ “સંકલ્પ” (1975) ના “તુ હી સાગર હૈ તુ હી કિનારા” ગીત માટે તેણીને ફિલ્મફેર શ્રેષ્ઠ પ્લેબેક સિંગિંગ એવોર્ડથી નવાજવામાં આવી. ગાયિકા હોવા ઉપરાંત, સુલક્ષણા પંડિતે અભિનય ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું. તેમણે અનેક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, જેમાં અભિનેતા સંજીવ કુમાર સાથે ઉલઝહાન (1975), અને સંકોચ (1976)નો સમાવેશ થાય છે. સુલક્ષણા પંડિતે ક્યારેય લગ્ન કર્યા નહીં. પોતાનું આખું જીવન એકલા વિતાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *