રખડતા કૂતરાને દૂર કરશો તો ઉંદરો અને વાંદરાઓનો ત્રાસ વધી જશે: સુપ્રીમ કોર્ટમાં બીજા દી’એ પણ રસપ્રદ દલીલો

એક મહિલાએ ન્યાયાધીશોને ‘યુ ગાઇસ’ તરીકે સંબોધ્યા, અભિનેત્રી રમ્યાએ કહ્યું, કૂતરાની જેમ પુરુષનું મન કળી શકાતું નથી: હોસ્પિટલમાં બેડદીઠ કરેલા શ્ર્વાનો હોવા જોઇએ? જજનો સવાલ…

એક મહિલાએ ન્યાયાધીશોને ‘યુ ગાઇસ’ તરીકે સંબોધ્યા, અભિનેત્રી રમ્યાએ કહ્યું, કૂતરાની જેમ પુરુષનું મન કળી શકાતું નથી: હોસ્પિટલમાં બેડદીઠ કરેલા શ્ર્વાનો હોવા જોઇએ? જજનો સવાલ

સુપ્રિમ કોર્ટમાં રખડતા શ્ર્વાન મામલે અરજીઓની સુનવણીમાં આજે પણ કેટલીક હળવી પળો તથા ગંભીર મુદ્દાઓની ચર્ચા થઇ હતી. ગઇકાલે પણ સુનાવણી દરમિયાન એક મહીલાએ અજાણતા પ્રોટોકોલનો ભંગ કરી ન્યાયાધીશોને યુ ગાઇસ સંબોધ્યા ત્યારે કોર્ટમાં સોપો પડી ગયો હતો. જયારે તેમનું ધ્યાન પ્રોટોકોલ વિશે દોરવામાં આવ્યું ત્યારે તેણે માફી માંગી હતી. જસ્ટીસ વિક્રમ નાથે પણ આ મુદ્દાને સંભાળી લઇ કાર્યવાહી આગળ ધપાવી હતી. બીજી તરફ કરડવાના કુતરાના મુડ વિશે કોર્ટની ટિપ્પણીને પુરૂષો સાથે જોડી અભિનેત્રી રમ્યાએ ઇન્સ્ટ્રાગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે પુરૂષનું મન પણ વાંચી શકાતું નથી.

ખબર નથી કે તે કયારે બળાત્કાર અથવા હત્યા કરે તેથી શું બધા પુરૂષોને જેલમાં નાખી દેવા જોઇએ. પ્રાણી કલ્યાણ હિતોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સી.યુ. સિંહે કોર્ટને ચેતવણી આપી હતી કે કૂતરાઓને “અચાનક દૂર કરવાથી” દિલ્હી જેવા શહેરોમાં “ઉંદરો અને વાંદરાઓનો ભય” ઉભો થઈ શકે છે. તેમણે દલીલ કરી કે “શ્વાનો સંતુલન જાળવી રાખે છે,” “જ્યારે તેમને દૂર કરવામાં આવે છે, ત્યારે ઉંદરોની વસ્તી વધે છે. તેઓ રોગ વાહક છે.”

ન્યાયાધીશ સંદીપ મહેતાએ વિડંબનાના સ્પર્શ સાથે જવાબ આપતા વૈજ્ઞાનિક જોડાણ પર પ્રશ્ન ઉઠાવ્યો. “શું કોઈ સંબંધ છે? હળવાશથી કહીએ તો, કૂતરા અને બિલાડી દુશ્મન છે. આપણે વધુ બિલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તેઓ ઉંદરોના દુશ્મન છે. જસ્ટિસ મહેતાએ સ્પષ્ટતા કરી, “અમે દરેક શેરીમાંથી દરેક કૂતરાને દૂર કરવાનો નિર્દેશ આપ્યો નથી,” ન્યાયાધીશ મહેતાએ સ્પષ્ટ કર્યું. “પરંતુ તેમની સાથે નિયમો મુજબ વ્યવહાર કરવો પડશે. જ્યાં સુધી સંસ્થાઓનો સવાલ છે, તેઓ શેરીઓ નથી. હોસ્પિટલ પરિસરમાં કૂતરાઓની જરૂૂર કેમ છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *