વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગ્રાઉન્ડ ઝીરો પર કરી સમીક્ષા, જામવાળા-બાબરિયા-જસાધાર કેન્દ્રોની લીધી મુલાકાત : સિંહોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા, CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકાર પ્રતિબદ્ધ
એશિયાટીક સિંહોમાં ફેલાયેલા વાયરસના સંક્રમણ વચ્ચે ગીરમાંથી રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ ગીરની તાત્કાલિક મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરોપરસ્થિતિ ની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.મંત્રી એ સ્પષ્ટપણે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી અને પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની રૂૂબરૂૂ મુલાકાત લઈ સ્થળ પરની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વન વિભાગનાઉચ્ચ અધિકારીઓ, પશુચિકિત્સકોની ટીમો અને ફિલ્ડ સ્ટાફ સાથે વિસ્તૃત બેઠક યોજી સારવાર, દેખરેખ અને રોગ નિયંત્રણની કામગીરીની સમીક્ષા કરી હતી.
પત્રકારો સાથે વાત કરતા વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું કે, વન વિભાગ દ્વારા સમય સર અને અસરકારક પગલાં લેવામાં આવ્યા હોવાના કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. રાહતની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસમાં વાયરસ સંક્રમણથી એકપણ સિંહનું મોત થયું નથી. તેમણે ઉમેર્યું કે, તેમ છતાં કોઈ કચાસ ન રહે તે માટે સાવચેતી અને સતર્કતાના ભાગરૂૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો ચોવીસે કલાક કાર્યરત છે. સિંહોના આરોગ્ય પર સતત અને ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન નો ઉલ્લેખ કરતા મંત્રી એ કહ્યું કે, ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર અને વન વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે.
સિંહોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ અગ્રતા છે. ગીરના જંગલોમાં સિંહોની ગર્જના આવનારી પેઢીઓ સુધી અવિરત ગુંજતી રહે તે માટે અમે કટિબદ્ધ છીએ.દિવસ-રાત જોયા વગર દરેક સ્તરે પૂર્ણ નિષ્ઠાથી કામ કરી રહેલા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પશુચિકિત્સકો અને મેદાની ટીમોના સમર્પણ ને હૃદય પૂર્વક બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે,આ ટીમોનીઅવિરત મહેનતના કારણે જ આજે આપણે સ્થિતિને નિયંત્રણ માં લાવી શક્યા છીએ.
નોંધનીય છે કે બેબીસીયા અને CDV વાયરસના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગીરમાં ચિંતાનું વાતાવરણ હતું. ગીરગઢડા ડમ્પિંગ સાઇટ પર સડેલા માંસના કારણે રોગ ફેલાયાનું સામે આવ્યું હતું. પરંતુ 300 અધિકારીઓની ટીમ, સઘન સ્ક્રીનિંગ, 17 સિંહોને આઇસોલેટ કરવા અને સમયસર સારવારથી હવે સ્થિતિ સુધારા તરફ છે.
વનમંત્રીની મુલાકાત વચ્ચે વિવાદ ડમ્પિંગ સાઇટ પર ન રોકાતા સિંહપ્રેમીઓ નારાજ
જામવાળા-ગીરગઢડા રોડ પર જ બાબરીયા ચેક પોસ્ટથી માત્ર 3 કિ.મી. દૂર આવેલી કુખ્યાત ડમ્પિંગ સાઇટપરથી મંત્રીનો કાફલો પસાર થયો હતો. આ ડમ્પિંગ સાઇટ જ સિંહોમાં બેબીસીયા અને ઈઉટ વાયરસ ફેલાવાનું મુખ્ય કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે. અહીં ખુલ્લામાં ફેંકાતા મૃત અને સડેલા માલઢોરને સિંહો 3થી 4 દિવસ સુધી મારણ તરીકે ખાય છે, જેના થી જીવલેણ સંક્રમણ ફેલાય છે. વનમંત્રી ડમ્પિંગ સાઇટ પર ઊભા ન રહ્યા અનેસ્થળનું નિરીક્ષણ કર્યા વગર જ આગળ નીકળી ગયા તે વાતથી સિંહપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
