મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલને અંતરિમ રાહત આપવામાં આવી હતી જે રાહત હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી છે જે યથાવત રાખવામાં આવી છે તાજેતરમાં કેસ અંગે થયેલી સુનાવણીમાં ન્યાયમૂર્તિ દ્વારા ઓરલ ઓર્ડરમાં આગામી 2 ફેબ્રુઆરીના રોજ કેસની વધુ સુનાવણી કરવામાં આવશે ત્યાં સુધી જયસુખભાઈ પટેલને મળેલી અંતરિમ રાહત યથાવત રહેશે તેવો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીની શાન સમાન ઝૂલતો પુલ તૂટી જતા 135 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા જે દુર્ઘટનામાં ઝૂલતો પુલના ટીકીટ બારી ઓપરેટર, સિક્યુરીટી ગાર્ડ તેમજ ઓરેવા ગ્રુપ એમડી જયસુખભાઈ પટેલ તેમજ મેનેજર સહિતના 10 આરોપીઓ ઝડપાયા બાદ જામીન મુક્ત થયા હતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ દ્વારા હાઈકોર્ટમાં કરેલી અરજીને પગલે અંતરિમ રાહત આપવામાં આવી હતી તેમજ તાજેતરમાં હાઈકોર્ટમાં અરજી મામલે સુનાવણી કરવામાં આવી હતી જેમાં ન્યાયમૂર્તિ એમ કે ઠક્કર દ્વારા ઓરલ ઓર્ડર આપતા આગામી તા. 02 ફેબ્રુઆરી 2027 ની નવી તારીખ આપવામાં આવી છે.
આગામી 2 ફેબ્રુઆરીની મુદત પડી છે ત્યાં સુધી અગાઉ આપવામાં આવેલી અંતરિમ રાહત ચાલુ રહેશે તેમ ઓર્ડરમાં જણાવ્યું છે અંતરિમ રાહત યથાવત રાખવામાં આવતા મોરબી કોર્ટ ત્યાં સુધી ચાર્જ ફ્રેમ કરી શકશે નહી અને ચાર્જ ફ્રેમ નહિ થતા કેસ આગળ ચલાવી શકાશે નહિ તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
