રાજ્યમાં 4 જાન્યુઆરીના રવિવારના રોજ GPSC દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની 323 જગ્યા પર ભરતી માટેની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં રાજકોટ જિલ્લામાં 25 પરીક્ષા કેન્દ્ર પરથી 5,222 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી લેવામાં આવનાર આ પ્રિલિમ્સ એક્ઝામમાં નેગેટીવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો આગામી સમયમાં મેઈન્સની એક્ઝામ આપશે.
રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી GPSC દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં પરીક્ષાનો સમય બપોરે 11 થી 1 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જોકે પરીક્ષાર્થીઓને પરીક્ષાના એક કલાક પહેલા કેન્દ્ર પર એન્ટ્રી મેળવી લેવાની રહેશે. આ એક્ઝામમાં કોઈપણ પ્રકારની જેવી રીતે ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે માટેની એક બેઠક પણ ગઈકાલે કલેકટર કચેરી ખાતે મળી હતી.
