સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના વર્ષમાં શિક્ષણ-આરોગ્ય-કૃષિ અને મધ્યમ વર્ગને વિશેષ મહત્વ
વર્ષ 2026ને પર્યટન વર્ષ તરીકે ઉજવાશે, અંબાજીમાં ઝીંક કોપર-લેડ ખાણ તેમજ સ્ટેટ એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવવાની જાહેરાત
સોમનાથ-દ્વારકા વચ્ચે એકસ્પ્રેસ-વે પ્રોજેકટ માટે 3000 કરોડની ફાળવણી
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27નું રૂા.4 લાખ કરોડનું વિક્રમી બુજેટ રજુ કર્યુ હતું. જેમાં ટેકનોલોજી, પર્યટન, રમત ગમતનું આંતરમાળખુ તેમજ મધ્યમ વર્ગને લગતી યોજનાઓ ઉપર ભાર મુકવામાં આવ્યો છે અને વર્ષ 2026ને પર્યટન વર્સ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. બજેટમાં પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ માટે રૂા.1278 કરોડની જોગવાઈ સાથે અંબાજીમાં રાજ્યની પ્રથમ ઝીંક-કોપર લેડ ખાણ તેમજ ગુજરાત સ્ટેટ એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલની રચના કરવાની જાહેરાત કરી છે.
બજેટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ધ્યાને રાખીને શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વિગેરે વિભાગો માટે જંગી ફાળવણી કરવામાં આવી છે. નવા વર્ષના બજેટ ઉપર નજર કરીએ તો બજેટના કુલ 24.72 ટકા એટલે કે, 1 લાખ કરોડનું જાહેર દેવું દર્શાવવામાં આવ્યું છે. સરકારની મુખ્ય આવક રાજ્ય જીએસટી, કેન્દ્રીય વેરામાંથી લોન પેશગીની વસૂલાત અને અનુદાનમાંથી અંદાજવામાં આવઈ છે.
જ્યારે બજેટમાં વિકાસલક્ષી ખર્ચ પાછળ રૂા.2.62 લાખ કરોડ, જાહેર બિનવિકાસલક્ષી ખર્ચ માટે રૂા.89800 કરોડ, જાહેર દેવાની ચુકવણી માટે રૂા.43252 કરોડ, લોન અને પેશગી માટે 6946.95 કરોડ ફાળવાયા છે. વિભાગવાઈઝ બજેટની ફાળવણી જોઈએ તો સૌથી વધુ શિક્ષણ, રમત ગમત, કલા અને સંસ્કૃતિ માટે રૂા.51796 કરોડ, આરોગ્ય માટે રૂા.24920 કરોડ, પાણી-પુરવઠા, સ્વચ્છતા-શહેરી વિકાસ માટે રૂા.43316 કરોડ તેમજ પરિવહન, વિજ્ઞાન, પર્યાવરણ-સંચાર માટે રૂા.30569 કરોડ ફાળવાયા છે.
રાજ્યમાં શું નવું થવા જઇ રહ્યું છે
ગાંધીનગરમાં 100 કરોડની દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે.
ગુજરાતમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડી બનશે.
ઝાલોદ, ગરબાડા સહિત 5 જગ્યાએ નવી જીઆઇડીસી બનશે.
ચાલુ વર્ષે 3.15 લાખ નવા આવાસો ઉભા કરવામાં આવશે.
29 લાખથી વધુ નાના ઉદ્યોગો ના પ્રોત્સાહન માટે ₹1775 કરોડ
અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1278 કરોડ
આ વર્ષે 3 લાખ 15 હજારથી વધુ આવાસો બનાવાશે.
કલોલ, સાણંદ, સાવલી, બારડોલી, હિરાસરને સેટેલાઇટ ટાઉન
સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹3000 કરોડ
કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1535 કરોડ

