PM કિસાન સન્માન નિધિને લઈને એક મોટા સમાચાર છે. અહેવાલમાં જણાવાયું છે કે સંસદીય પેનલે સૂચવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ નાણાકીય સહાય તરીકે આપવામાં આવતી રકમ 6,000 રૂૂપિયાથી વધારીને 12,000 રૂૂપિયા કરવી જોઈએ. આ સિવાય ખેડૂતોને MSPની કાયદેસર ગેરંટી આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોના વિરોધ વચ્ચે સંસદીય પેનલનું આ સૂચન આવ્યું છે. અહેવાલ મુજબ કોંગ્રેસના સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની આગેવાની હેઠળની કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા પરની સ્થાયી સમિતિએ તેના પ્રથમ અહેવાલ (18મી લોકસભા)માં આ ભલામણો કરી છે. આ ભલામણો મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની પગ્રાન્ટ્સ માટેની માગણીઓ (2024-25)થ પર કરવામાં આવી છે.
આ ઉપરાંત કમિટીએ એવી પણ ભલામણ કરી છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગનું નામ બદલીને પકૃષિ, ખેડૂત અને ખેત મજૂર કલ્યાણ વિભાગ કરવામાં આવે. સમિતિએ એમ પણ કહ્યું કે તે માને છે કે ખેડૂતોને આપવામાં આવતા મોસમી પ્રોત્સાહનો શેરખેડનારાઓ અને ખેત મજૂરો સુધી પણ લંબાવી શકાય છે.
તેની ભલામણોમાં સમિતિએ કહ્યું છે કે તે માને છે કે કૃષિ વિભાગે ખેડૂતોને કાયદાકીય ગેરંટી તરીકે ખજઙના અમલ માટે શક્ય તેટલી વહેલી તકે રોડમેપ જાહેર કરવો જોઈએ. સમિતિએ એમ પણ કહ્યું કે વેપાર નીતિ સંબંધિત કોઈપણ જાહેરાત કરતા પહેલા ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો અને લોકો સાથે ચર્ચા કરવી જોઈએ.
સમિતિએ કહ્યું કે તે માને છે કે કૃષિ ઉત્પાદનો પર બદલાતી આંતરરાષ્ટ્રીય આયાત-નિકાસ નીતિને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સમિતિ ભારપૂર્વક ભલામણ કરે છે કે CACP (કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ)ની તર્જ પર કાયમી સંસ્થા/સંસ્થાની રચના કરવામાં આવે અને તેમાં કૃષિ નિષ્ણાતો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય.