વ્યક્તિગત કિંમત ચૂકવવા તૈયાર; ટ્રમ્પ સામે મોદીનો મોરે મોરો

ટ્રમ્પના 50 ટકાના ટેરિફ સામે ખેડૂતોના હિત ખાતર લડી લેવાની વડાપ્રધાનની જાહેરાત, અમેરિકા સામે ઝૂકીશું નહીં, ડેરી-પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ માટે ભારત કોઇ સમાધાન કરશે નહીં: મોદીનો…

ટ્રમ્પના 50 ટકાના ટેરિફ સામે ખેડૂતોના હિત ખાતર લડી લેવાની વડાપ્રધાનની જાહેરાત, અમેરિકા સામે ઝૂકીશું નહીં, ડેરી-પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ માટે ભારત કોઇ સમાધાન કરશે નહીં: મોદીનો લલકાર

ભારત પર અમેરિકાએ ધડાધડ ઝીકેલા 50 ટકા ટેરીફ સામે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રીયા સામે આવી છે. નરેન્દ્ર મોદીએ મકકમ નિર્ધાર સામે જણાવ્યુ હતુ કે ભારત આ માટે તૈયાર છે. તેમણે ભારતનાં ખેડુતો, મત્સ્ય પાલકો અને દુધ ઉત્પાદકોનાં હિત જોખમાય તે માટે કોઇપણ સંધી ન કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ સાથે જ હુંકાર કર્યો હતો કે મને વ્યકિતગત રીતે ભલે નુકશાન જાય પરંતુ અમે તૈયાર છીએ.

પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે કૃષિ વિજ્ઞાનમાં તેમના અગ્રણી કાર્ય માટે એમએસ સ્વામિનાથનની વ્યાપક પ્રશંસા થાય છે. તેમણે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ ભારતની ટોચની પ્રાથમિકતા છે. તેમની સરકારની નીતિઓ સ્પષ્ટ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં.

આ સાથે જ પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતીય કૃષિ નવી ઊંચાઇ પર છે. અમે ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત કરી રહ્યા છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોનો ભરોસો વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ખેડૂતોનું હિત એ પહેલી પ્રાથમિકતા છે. ખેડૂતો અને પશુપાલકોના હિત સાથે કોઇ સમજૂતી નહી કરાય. તેમણે કહ્યું કે મને ખબર છે કે આ માટે મારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. હું એ કિંમત ચૂકવવા તૈયાર છું. પીએમ મોદીના આ નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વચ્ચે મહત્વનું માનવામાં આવી રહ્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઈંઈઅછ પુસા ખાતે એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. આ પરિષદનો વિષય – સદાબહાર ક્રાંતિ, જૈવિક સુખનો માર્ગ, બધા માટે ભોજન સુનિશ્ચિત કરવા માટે પ્રોફેસર સ્વામિનાથનના આજીવન સમર્પણને દર્શાવે છે.

ભારતે યુદ્ધવિરામનો શ્રેય લેવા ન દીધો એટલે ટ્રમ્પ ભુરાયા થયા
ઓપરેશન સિંદૂર પછી, ભારતે પાકિસ્તાન સામે બદલો લીધો. જોકે, બાદમાં બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી. ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમણે યુદ્ધવિરામ કરાવ્યો. જ્યારે, ભારતે સ્પષ્ટતા કરી છે કે આમાં કોઈ તૃતીય પક્ષ સામેલ નથી. જેના કારણે હવે ટ્રમ્પ ભુરાયા થયા છે અને ભારત ઉપર દાઝ ઉતારી રહ્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે ટ્રમ્પ રશિયન તેલ ખરીદવા માટે ચીનને નહીં પણ ભારતને નિશાન બનાવી રહ્યા છે, ત્યારે કુગેલમેને કહ્યું, ચીને ખુલ્લેઆમ બહાર આવીને યુદ્ધવિરામમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભૂમિકાનો શ્રેય લેવાનો ઇનકાર કર્યો નથી. તેમણે કહ્યું, ભારતના કિસ્સામાં આવું બન્યું છે. તેથી મને લાગે છે કે કદાચ આ જ કારણ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વેપાર અને ટેરિફ દ્વારા ભારત અને ભારત સરકાર પર પોતાનો ગુસ્સો ઠાલવશે. આ ખરેખર બેવડું ધોરણ છે, દંભ છે અથવા તમે તેને જે કંઈ પણ કહેવા માંગો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *