ફરિયાદીની ઇચ્છા પ્રમાણે ફરી તપાસનો આદેશ આપી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ

આણંદના એક ડોક્ટર વિરૂૂદ્ધ મહિલાએ રેપ સહિતની ધારા હેઠળ કરેલી ફરિયાદમાં યોગ્ય દિશામાં તપાસ ન થતી હોવાથી વધુ તપાસના આદેશ કરવાની દાદ માગતી રિટ પિટિશન…

આણંદના એક ડોક્ટર વિરૂૂદ્ધ મહિલાએ રેપ સહિતની ધારા હેઠળ કરેલી ફરિયાદમાં યોગ્ય દિશામાં તપાસ ન થતી હોવાથી વધુ તપાસના આદેશ કરવાની દાદ માગતી રિટ પિટિશન હાઇકોર્ટે ફગાવી દીધી છે. અગાઉ નીચલી અદાલતે પણ ફરિયાદી મહિલાને રાહત આપી નહોતી અને વધુ તપાસની અરજી રદ કરી હતી. જે આદેશમાં કોઇ પણ ભૂલ નહીં હોવાનું ઠરાવતાં હાઇકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ એવું અવલોકન કર્યું છે કે, ફરિયાદી કોઇ ચોક્કસ દિશામાં તપાસ થાય એવી ઇચ્છા રાખતું હોય માત્ર એવા કારણે વધુ તપાસનો આદેશ કોર્ટ આપી શકે નહીં. ફરિયાદીના મગજમાં કોઇ વિચાર કે તરંગી ખ્યાલ આવતો હોય અને એ મુદ્દે તપાસ ન થાય તો એવા આધારે તપાસ અધિકારીને વધારાની તપાસનો આદેશ કરી શકાય નહીં.

આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં રેપ અને સત્તાનો દુરુપયોગ કરીને શારીરિક શોષણ સહિતના ગુનાના મામલે એક ડોક્ટર વિરૂૂદ્ધ મહિલાએ FIR નોંધાઇ હતી. જે મામલે તપાસ થઇ ચુકી છે અને ચાર્જશિટ પણ ફાઇલ થઇ ગઇ છે. આ કેસની ટ્રાયલ પેન્ડિંગ છે.

આવા મામલાના અન્ય ચુકાદાઓનું મૂલ્યાંકન કરતાં હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, ફરિયાદીના આક્ષેપ મુજબની ઘટના 30.10.2018થી 12.05.2022 ની વચ્ચે બની હતી. જેની ઋઈંછ 13.06.2022ના રોજ નોંધાઇ હતી. આ મામલે તપાસ થયા બાદ 10.09.2022ના રોજ ચાર્જશિટ દાખલ થઇ હતી. જે સમયે ચાર્જશિટ થઇ ત્યારે ફરિયાદી તથાકથિત અયોગ્ય તપાસ કે પક્ષપાતી તપાસ વિશે જાણતી હતી, તેમ છતાંય જેતે સમયે તે ચુપ રહી હતી. ત્યારબાદ પણ કોર્ટની કાર્યવાહી ચાલુ રહી હતી અને સાક્ષીઓની જુબાની વગેરે પણ થઇ હતી. તેમ છતાંય તેણે તપાસ વિશે કંઇ કહ્યું નહોતું અને 24.06.2024ના રોજ એટલે કે ચાર્જશિટ થયાના બે વર્ષના વિલંબ બાદ તેણે અયોગ્ય અને પક્ષપાત ભરેલી તપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે આ કોર્ટના મત મુજબ સ્વીકાર્ય નથી. નીચલી અદાલત સમક્ષ ફરિયાદીએ વધુ તપાસની કરેલી અરજી રદ થઇ હતી અને એમાં વિસ્તૃત કારણો રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટનું માનવું છે કે એ આદેશમાં કોઇ પણ ભૂલ નહોતી, તેથી તેમાં હસ્તક્ષેપ કરવાનું ઉચિત જણાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *