રાવણ અડધો અડધ સાંસદોથી વધુ ભણેલા-ગણેલા હતા: સિમિ ગેરેવાલ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં દશેરાના પર્વને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસ સિમિ ગેરેવાલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કરવામાં આવેલી પોસ્ટ…

ગુજરાત સહિત સમગ્ર દેશમાં દશેરાના પર્વને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસ સિમિ ગેરેવાલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કરવામાં આવેલી પોસ્ટ વાયરલ થઈ રહી છે. એકતરફ દશેરાના પાવન પર્વે ઠેર-ઠેર રાવણના પૂતળાનું દહન કરીને અસત્ય પર સત્યની જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સિમિ ગેરેવાલાએ રાવણને લઈને પોતાનો એક અલગ જ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.પોતાની પોસ્ટમાં સિમિ ગેરેવાલે લખ્યું છે કે, વ્હાલા રાવણ..તે બદ ઉતાવળમાં એક સ્ત્રી (સીતા)નું અપહરણ કર્યું. જો કે તે પછી પણ તમે એ સ્ત્રીનું એટલું જ સન્માન કર્યું, જે આજના સમયમાં પુરુષો સામાન્ય રીતે સ્ત્રીઓને નથી આપતા.

તમે તેમને (સીતા)ને સારું ભોજન આપ્યું અને મહિલા સુરક્ષા ગાર્ડ આપ્યા. જ્યારે ભગવાન રામે તમારો વધ કર્યો, ત્યારે પણ તમે એટલા સમજદાર હતા કે, માફી માંગતા રહ્યા. મને લાગે છે કે, તમે અડધો અડધ સાંસદો કરતાં વધારે ભણેલા-ગણેલા હતા. મારી પર વિશ્વાસ કરજો તમારું દહન કરવા માટે મારા દિલમાં કોઈ હાર્ડ ફિલિંગ નથી.સિમી ગેરેવાલની આ પોસ્ટ પર ફેન્સ અને વિવિચકો વચ્ચે ચર્ચાએ જોર પકડ્યું છે.

કેટલાક યુઝર્સે તેને ક્રિએટિવ વિચાર ગણાવ્યો, તો કેટલાકે તેને રાવણના ગુનાઓ જેમ કે રંભા, વેદવતી સાથે દુર્વ્યવહારને અવગણવા સમાન માન્યો.એક યુઝર્સે લખ્યું કે, જો કોઈ તમારું અપહરણ કરી લે, તો શું તે એક મજાક છે. જેને સિમીના ફેન્સે વળતો જવાબ આપતા જણાવ્યું કે, આ રાવણની ભૂમિકાને સમજવાનો પ્રયાસ માત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *