સર્વરના ધાંધિયાથી રાશન વિતરણ ઠપ્પ: પુરવઠા મંત્રીને રજુઆત

ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના વિતરણમાં પુરવઠા વિભાગના સર્વરના ધાંધિયાએ ફરી એકવાર મુશ્કેલી ઊભી કરી છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ…

ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજના વિતરણમાં પુરવઠા વિભાગના સર્વરના ધાંધિયાએ ફરી એકવાર મુશ્કેલી ઊભી કરી છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રેશનકાર્ડ ધારકો અનાજનો જથ્થો મેળવવા માટે વ્યાજબી ભાવની દુકાનો પર પહોંચી રહ્યા છે, ત્યારે બીજી તરફ પુરવઠા વિભાગનું સર્વર જ ઠપ થઈ જતાં રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો બંને મુશ્કેલીમાં મુકાયા છે.

તારીખ 20 નવેમ્બર 2026, શુક્રવારના રોજ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, ગત 19 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાથી પુરવઠા વિભાગનું સર્વર બંધ થઈ ગયું હતું. આજે સવારે 7 વાગ્યાથી સર્વર ફરી કાર્યરત થઈ જવું જોઈતું હતું, પરંતુ સવારે 10 વાગ્યા સુધી પણ સર્વર શરૂૂ થયું નહોતું. એસોસિએશનના જણાવ્યા અનુસાર, બાોપોર સુધી પણ સર્વરની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો ન હતો. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે પુરવઠા વિભાગના સર્વરમાં વારંવાર આવી સમસ્યાઓ સર્જાતી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. અધિકારીઓને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં સર્વર ફરી શરૂૂ થાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવતાં નથી. સર્વર બંધ થવા પાછળનું કારણ શું છે અને તેને ફરી કાર્યરત કરવામાં કઈ મુશ્કેલીઓ આવી રહી છે તે અંગે પણ જવાબદાર અધિકારીઓ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.

એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે ઇ-એફપીએસ ઓનલાઇન બિલિંગ સોફ્ટવેર છેલ્લા આશરે દસ વર્ષથી કાર્યરત છે, પરંતુ તેમાં જરૂૂરી ટેકનિકલ સુધારા અને અપડેશન કરવામાં આવતાં નથી. રેશનકાર્ડ ધારકો, વ્યાજબી ભાવના દુકાનદારો, ગોડાઉન મેનેજરો તેમજ પુરવઠા વિભાગના નાયબ મામલતદારોની કામગીરી સરળ બને તેવા સુધારા કરવાની જરૂૂરિયાત હોવા છતાં આ દિશામાં યોગ્ય વિચારણા થતી નથી. એનઆઈસી અને વિવિધ એજન્સીઓ પાછળ લાખો-કરોડો રૂૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં અપેક્ષિત પરિણામ મળતું નથી. સરકારી નાણાંનો ખર્ચ કરવા છતાં ટેકનોલોજીની કાર્યક્ષમતામાં સુધારો થતો ન હોવાનો પણ એસોસિએશને બળાપો વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *