પડતર માગણીઓ મુદ્દે રેશન ડીલરોની અસહકાર આંદોલનની ચિમકી

નવેમ્બરના ચલણ નહીં ભરવાનો નિર્ણય લેતા વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવાનો ભય, પુરવઠા અધિકારીને રજૂઆત ગુજરાતના રેશન ડીલરોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા…

નવેમ્બરના ચલણ નહીં ભરવાનો નિર્ણય લેતા વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવાનો ભય, પુરવઠા અધિકારીને રજૂઆત

ગુજરાતના રેશન ડીલરોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા અસહકાર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ડીલરોએ નવેમ્બર 2025ના જથ્થા ચલણ (પરમીટ) નહીં ભરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે રાજ્યભરમાં રેશન વિતરણ વ્યવસ્થા ખોરવાઈ શકે છે. આ નિર્ણય રાજ્યના રેશન ડીલરોના બંને એસોસિએશન્સ દ્વારા લેવામાં આવ્યો છે. ડીલરોએ જાહેરાત કરી છે કે જો તેમની માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો 1 નવેમ્બર 2025થી તેઓ રાજ્યભરમાં રેશન વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે.

એસોસિએશન્સ દ્વારા મુખ્યમંત્રી, પુરવઠા વિભાગના અધિકારીઓ અને સંબંધિત મંત્રીઓને અંકિત પત્રો, ઈમેલ અને વોટ્સએપ મેસેજ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી કોઈ તાત્કાલિક કે લેખિત જવાબ મળ્યો નથી. ડીલરોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ નવેમ્બર 2025ના જથ્થા ચલણ ભરશે નહીં. આ પગલાને કારણે રાજ્યભરમાં ગરીબ અને જરૂૂરિયાતમંદ પરિવારોને રેશન મળવામાં મુશ્કેલી પડી શકે છે. રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, ડીલરો અને સરકાર વચ્ચે સકારાત્મક વાતચીત દ્વારા આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા છે, જેથી સ્થાનિક સ્તરે વિતરણ પ્રક્રિયા સ્થિર રહી શકે.

રેશન ડીલરોની મુખ્ય માંગણીઓ મુજબ 1. જથ્થા મેળવ્યા બાદ ગુણવત્તા ચકાસણી: દુકાન પર માલ પહોંચ્યા બાદ ગુણવત્તા અને સ્ટોકની તપાસ માટે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન અંગેના પરિપત્ર પર ડીલરો સખત વિરોધ નોંધાવે છે. 2. કમિશન વધારાની માંગ: વર્તમાનમાં ડીલરોને આપવામાં આવતો કમિશન પૂરતો નથી. રેશન કમિશન પ્રતિ કિલો 3 રૂૂપિયા કરવા અને મિનિમમ ગેરન્ટેડ કમિશન 30,000 રૂૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે. 3. સમયસર કમિશન જમા: ડીલરોને મળતો અનિયમિત કમિશન બેંક ખાતામાં સમયસર જમા થવો જોઈએ અને ઇ-પાસબુકમાં યોગ્ય રીતે અપડેટ થવો જરૂૂરી છે. 4. બાયોમેટ્રિક વિતરણ અનુસંધાન: 94%વિતરણ બાયોમેટ્રિકથી થયેલ ડીલરોને 20,000 રૂૂપિયા મિનિમમ કમિશન મળવું જોઈએ, જે માટે સંબંધિત પરિપત્રમાં સુધારો કરવાની માંગ છે. 5. ઈ-પ્રોફાઈલ સુધારણા: ડીલર પરિવારના સભ્યોને ઈ-પ્રોફાઈલમાં દાખલ કરવા અને બાયોમેટ્રિક લોગિન કરવાની વ્યવસ્થા કરવી. 6. વારસાઈ વ્યવસ્થા: રેશન ડીલરોની હયાતીનું વારસાઈ પ્રત્યાયન ફરીથી ચાલુ કરવાની માંગ. 7. જથ્થો વિતરણ સમસ્યાઓ: વિતરણ દરમિયાન જથ્થામાં ઘટાડો, ગુણવત્તા પ્રબંધી અને યોગ્ય ઉકેલ લાવવાની માંગ. 8. નાણા ભરવાની સુવિધા: દર માસે નાણાં ભરવાની તારીખ નિર્ધારિત કરવા અને કોન્ટ્રાક્ટરો દ્વારા જથ્થો સમયસર પહોંચાડવાની વ્યવસ્થા. 9. ગુણવત્તાવાળા જથ્થાની ખાતરી: ગ્રાહકોને ગુણવત્તાવાળો જથ્થો મળશે તે સુનિશ્ચિત કરવું. 10. ડિજિટલ રેકોર્ડ: મેન્યુઅલ રેકોર્ડ જાળવવાની શરતમાં લવચીકતા અને ઓનલાઇન પ્રદર્શિત કરવાની વ્યવસ્થા. 11. તપાસણી સુધારણા: દર માસે જિલ્લા અને તાલુકા કક્ષાએ તદ્દન વ્યૂહબદ્ધ તપાસણી યોજવાનું નિયમિતકરણ. 12. તકેદારી સમિતિની બેઠક: સમયસર યોગ્ય ન્યાય મેળવવા માટે દર માસે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ બેઠક યોજવાનું સુનિશ્ચિત કરવું. 13. પરમિટ સમયગાળો: જથ્થા વિતરણ પરમિટ 45 દિવસની સાયકલથી 30 દિવસની કરવાની માંગ. 14. નાણાકીય દંડનું અનુસંધાન: કેશ ભરપાઈ થયા બાદ સ્ટોકમાં યોગ્ય અપડેટ. 15. ઓનલાઇન સર્વર સમસ્યા: ટેકનિકલ ખામી થાય ત્યારે ગ્રાહકોને પણ સંદેશ મળી રહે. 16. નોમિનેશન પ્રથા અમલ: ડીલરની વિગતો સાથે ગઘમિનેશન નીતિ અમલમાં લાવવામાં આવે. 17. જથ્થો વિતરણ સુવિધા: ડીલરોને ગોડાઉનથી પેડ ચલન વમુજબ જથ્થો મિળવો. 18. કોરોના મૃતક સહાય: મૃતક માટે 25 લાખની સહાય સત્વરે ચૂકવવા. 19. સિંગલ ફિંગર પ્રિન્ટ: રાશનકાર્ડ ધારકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના બિલમાં ઉમેરવા. 20. પોર્ટેબિલિટી જથ્થો: જરૂૂરી દુકાનદારોને 5%થી વધારીને 25%જથ્થો ફાળવવો સહિતની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *