1 ટકા રેટ હોવો જોઇએ: ફેડએ વ્યાજદર વધારતા ટ્રમ્પ ગુસ્સામાં

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાની માંગ કરી છે. આ માંગ ફેડરલ રિઝર્વ દ્વારા તેના બેન્ચમાર્ક દરમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરીને તેને…

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાની માંગ કરી છે. આ માંગ ફેડરલ રિઝર્વ દ્વારા તેના બેન્ચમાર્ક દરમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરીને તેને 3.75% થી 4% ની લક્ષિત શ્રેણીમાં લાવ્યા બાદ કરવામાં આવી હતી. 2023 પછીનો આ પ્રથમ વધારો હતો અને વ્યાજદર ઘટાડવાની ટ્રમ્પની વારંવારની અપીલની અવગણના કરીને આ પગલું લેવામાં આવ્યું હતું.

’ટ્રુથ સોશિયલ’ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું કે યુએસના વ્યાજદર “1% અથવા તેનાથી ઓછા હોવા જોઈએ”. તેમણે દલીલ કરી હતી કે દેશ ઓછા ધિરાણ ખર્ચને પાત્ર છે કારણ કે “આપણે (યુએસ) વિશ્વમાં શ્રેષ્ઠ ક્રેડિટ (ધિરાણપાત્રતા) ધરાવીએ છીએ અને તે પણ ઘણા મોટા અંતરથી. આપણો દેશ નવા રોકાણ સાથે તેજી અનુભવી રહ્યો છે!” તેમણે ઉમેર્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માટે વ્યાજદર ઘટાડો, અને તે પણ ઝડપથી!”
ટ્રમ્પે નીચા વ્યાજદરની તેમની દલીલને યુએસની વેપાર ખાધ સાથે પણ જોડી.

તેમણે કહ્યું કે જો દેશ એવા દેશો સાથે વેપાર કરવાનું બંધ કરે જેમની સાથે તેને ખાધ છે, તો તે વર્ષે ઓછામાં ઓછા 1.5 ટ્રિલિયન ડોલર કમાઈ શકે છે. તેમણે કહ્યું, “જો આપણે એવા દરેક દેશ સાથે વેપાર કરવાનું બંધ કરીએ જેની સાથે આપણી ખાધ છે – અને તેમાંના મોટાભાગના દેશોનો સમાવેશ થાય છે – તો આપણે વર્ષે ઓછામાં ઓછા 1.5 ટ્રિલિયન ડોલર કમાઈ શકીએ.” તેમણે ઉમેર્યું, “’ખાધ’ શબ્દ એ ’નુકસાન’ માટેનો માત્ર એક આકર્ષક શબ્દ છે. આપણે વિશ્વના લગભગ દરેક દેશનો ’બોજ ઉઠાવી રહ્યા છીએ’ (આર્થિક રીતે ટેકો આપી રહ્યા છીએ), અને આ સ્થિતિ હવે વધુ સમય ચાલી શકે નહીં.”

વ્યાજદર ઘટાડવાની ટ્રમ્પની આ માંગ ત્યારે આવી જ્યારે બુધવારે ’ફેડરલ ઓપન માર્કેટ કમિટી’ (ઋઘખઈ) એ તેની લક્ષિત શ્રેણી વધારીને 3.75% થી 4% કરી, જે 2023 પછીનો યુએસમાં વ્યાજદરમાં પ્રથમ વધારો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *