ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો ફોન ચોરનાર રેપિડો રાઇડર બિહારથી ઝડપાયો

રાજપુર પોલીસે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે આઈફોન ચોરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી રેપિડો કંપનીમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેણે એક ફોન…

રાજપુર પોલીસે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે આઈફોન ચોરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી રેપિડો કંપનીમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેણે એક ફોન 7,000 રૂૂપિયામાં વેચ્યો હતો, જે પોલીસે બિહારમાંથી જપ્ત કર્યો છે.

26 જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મસૂરી રોડ પર ફૂટહિલ ગાર્ડન ફાર્મ હાઉસમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે દહેરાદૂન આવ્યા હતા. આ સમય દરમિયાન, તેમના બે આઇફોન (આઇફોન-13 અને આઇફોન-14) ચોરાઈ ગયા. આમાંથી એક તેમનો અંગત ફોન હતો જ્યારે બીજો ફોન સરકારી ફોન હતો
આ કેસમાં, ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ મૂળચંદ ત્યાગી દ્વારા 27 જાન્યુઆરીએ રાજપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. સોમવારે પોલીસે આરોપી ગોવિંદ સાહુની રાજપુર વિસ્તારના ચુક્ખુવાલા ઇન્દિરા કોલોનીમાંથી ધરપકડ કરી હતી.પોલીસ અને SOG ટીમે ફોન સર્વેલન્સ પર મૂક્યો અને એક ફોનનું સ્થાન બિહારના બખ્તિયારપુર હોવાનું બહાર આવ્યું. લોકેશન મળ્યા બાદ, પોલીસ ત્યાં પહોંચી અને ફોનનો ઉપયોગ કરનાર વ્યક્તિની ધરપકડ કરી. પૂછપરછમાં જાણવા મળ્યું કે ફોન તેને દેહરાદૂન ક્લોક ટાવર પાસે એક વ્યક્તિએ વેચ્યો હતો. આ પછી, પોલીસે ફોન ખરીદનાર દ્વારા આપવામાં આવેલી ઓળખના આધારે આરોપી ચોરનો સ્કેચ તૈયાર કર્યો અને આરોપી બીજો ફોન વેચે તે પહેલાં જ તેની ધરપકડ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *